વેજલપુરના રહીશને એકસીસ બેંક લીંક ઓપન કરાવી પાનકાર્ડ અપડેટ કરવાના નામે 2.42 લાખની ઓનલાઈન ફોડ કરતાં ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુર ગામે હોળી ચકલા ખાતે રહેતા ફરિયાદીને આરોપીએ વોટસએપ ઉપરથી એકસીસ બેંક એપ્લીકેશનની લીંક મોકલી બેંક એકાઉન્ટમાં પાનકાડૃ અપડેટ કરવા લીંક ઓપન કરાવી બેંક એકાઉન્ટ માંથી રૂા.2,42,582/-ની ફોડ કરતાં ફરિયાદ.

કાલોલ તાલુકાના વેજલપુર ગામે હોળી ચકલા ખાતે રહેતા અબ્દુલ રજાક ઈબ્રાહિમ કડીયાને આરોપીએ વોટસએપ નંંબર 918815710032 ઉપરથી એકસીસ બેંક એપ્લીકેશનની લીંક મોકલી હતી અને મોબાઈલ ફોનથી ફોન કરી બેક એકાઉન્ટમાં પાનકાર્ડ અપડેટ કરવા મોકલેલ લીંક ઓપન કરાવી કોમ્યુનિકેશન ડીવાઈલ અથવા કોમ્પ્યુટર રીસોર્ટના સાધનોની ફરિયાદીના બેંક એકાઉન્ટ માંથી રૂપીયા 2,42,582/-રૂપીયા ઉપાડી લઈ ઓનલાઈન ફોડ કરતા વેજલપુર પોલસી મથકે ફરિયાદ નોંધાઇ.