વેજલપુર,કાલોલ તાલુકાના વેજલપુર ગામે મોટા મહોલ્લામાં રહેતા ફરિયાદીની જુના મોડેલની મારૂતી ગાડીને આંંગણામાં પાર્ક કરેલ હતી. તેને અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી જતાં આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વેજલપુર ગામે મહોલ્લામાં રહેતા ઈરફાન ઈબ્રાહિમ કાલુની મારૂતી સુઝુકી ગાડી નં.જીજે.06.સી.એમ.2004 જુના મોડેલની કિંમત 70,000/-ધરના આંગણામાં પાર્ક કરી મૂકેલ હતી. જે તા.31 ઓકટોમ્બર 2023 થી 1 નવેમ્બર 2023સુધીના સમયગાળામાં કોઈ ચોર ઈસમો દ્વારા સ્ટેરીંગ લોક તોડીને ચોરી કરી ગયેલ હોય આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.