વેજલપુર માળીના ઢાળ ઉપર બે માળનું જર્જરિત મકાન ઉતારતી વખતે અચાનક દીવાલ ધરાશાય થતા એક મહિલાનો આબાદ બચાવ

કાલોલ તાલુકાના વેજલપુરના સોની ફળિયા માળીના ઢાળ પાસે આવેલા વર્ષો જુના જર્જરીત મકાનની દિવાલ જોખમકારક હોવાથી મકાન મલિક દ્વારા જુના મકાનોનો કાટમાળ લેનાર કબાડીને મકાન તેમજ દીવાલ ઉતારવાનો કોન્ટ્રાક આપતા કબાડી કોન્ટ્રાકટર દ્વારા જર્જરિત દીવાલ ઉતારતા હતા. છેલ્લા કેટલાક સમયથી આ મકાનમાં અચાનક તિરાડો અને દિવાલોનો ભાગ બેસી ગયો હતો. ત્યારે ઘર માલિકે પોતાની અને અન્ય લોકોની સલામતીને ધ્યાને લઈને આ જર્જરિત મકાન ઉતારવા માટે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ જર્જરિત મકાનનું ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક રોડ સાઈડનો ભાગ ધરાશાયી થતાં ત્યાંથી અવર જવર ચાલુ હતી.

ત્યારે ત્યાંથી પસાર થતી એક મહિલાનો માંડ માંડ જીવ બચ્યો હતો. ત્યારે આ મકાન ઉતારવાનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ જાતનો રસ્તો બંધ કર્યા વગર આ જર્જરિત મકાન ઉતારવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે ભરચક અને મેંન અવર જવર કરતા રસ્તા ઉપર કોઈ પણ સેફટી અંગેનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. તેના કારણે ત્યાંથી એક મહિલા પ્રસાર થતી હતી તે દરમિયાન આ દીવાલનો ભાગ ધરસાયો હતો. ત્યારે મહિલાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને નજીકમાં આવેલ ખાંચામાં ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારે આ દીવાલ પડવા અંગેનો વિડીઓ હાલ સોશીયલ મીડિયા ખૂબ વાઈરલ થયો છે.