વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના મહિસા તળાવની આગળ-પાછળના ભાગે રહેણાંક મકાન આવેલ છે. તેમના દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરેલ હોય ત્યારે આવા દબાણો દુર કરવા મામલતદાર કાર્યવાહી કરે તે જરૂરી છે.
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત સૌથી મોટી પંચાયત છે. વેજલપુર ગામના મહિસા તળાવની આગળ-પાછળના ભાગે અનેક રહેણાંક મકાન આવેલ છે. આવા રહેણાંક મકાનોમાં રહેતા અનેક માથાભારે ઈસમો દ્વારા તળાવની પાળના ભાગે ગેરકાયદેસર દબાણો કરેલ છે. આવા ગેરકાયદેસરના દબાણો બાબતે અનેક વખત લોકો દ્વારા રજુઆત કરેલ છે. તેમ છતાં આવા દબાણો દુર કરવામાં આવ્યા નથી. પંચાયત દ્વારા આવા દબાણકર્તાઓને રક્ષણ અપાતું હોય તેમ લાગી રહ્યુંં છે. ત્યારે મહિસા તળાવની પાળ તરફ થયેલ ગેરકાયદેસર દબાણો બાબતે કાલોલ મામલતદાર સ્થળ તપાસ કરીને આવા દબાણો દુર કરવા માટે કાર્યવાહી કરે તે જરૂરી છે.