કાલોલ તાલુકાના વેજલપુર કુમારશાળા મધ્યાહન ભોજનમા બાળકોના ભોજન માટે સરકાર દ્વારા આપવામાં આવતા જથ્થામાં આવતા તેલનો ડબ્બો સંચાલક એકટીવા પર તેમનાં ઘરે લઈ ગયા હોવાની બાતમી મળતા જીલ્લાના ઉજઘ દ્વારા કાલોલ મામલતદાર ને સોંપવામાં આવેલી તપાસમાં કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર અને તેમની ટીમ દ્વારા આજરોજ મળેલ બાતમીના આધારે વેજલપુર કુમારશાળામા મધ્યાહન ભોજન કેન્દ્રના જથ્થા અંગે તપાસ કરતાં નીચે મુજબનો ભૌતિક જથ્થો મળી આવેલ છે. ઘઉં 100 કિ.ગ્રામ., ચોખા 320 કિ.ગ્રામ., તુવેરદાળ 80 કિ.ગ્રામ., દેશી ચણા 30 કિ.ગ્રામ., તેલ 45 કિ.ગ્રામ જથ્થો મળી આવેલ છે.
જ્યારે સરકાર દ્વારા મળવા પાત્ર જથ્થો કેન્દ્ર સંચાલક ધ્વારા રજુ કરેલ સ્ટોક પત્રક મુજબ તેઓએ તા.03/09/2024 સુધીનો સ્ટોક પત્રક ખતવેલ હતું. તથા તેઓએ આજ રોજ વ્યાજબી ભાવના દુકાન પાસેથી જથ્થો ઉપાડેલ હતો. સ્ટોક પત્રકનો તા.03/09/2024 સુધીનું બચત જથ્થો તથા આજ રોજે ઉપાડેલ જથ્થોનું મેળવણું કરતાં તેઓ પાસે નીચે મુજબનો જથ્થો ઉપલ્બધ હોવો જોઇએ.
જેમાં વધ-ઘટ તપાસ કરતા ઘઉં 192.85 કિ.ગ્રામ, હોવો જોઈએ જ્યારે તેમા ઘટ ઘઉં 92.85 કિ.ગ્રામ, ચોખામા 290.775 કિ.ગ્રામચોખા 29.22 કિ.ગ્રામ વધ,તુવેરદાળ 75.535 કિ.ગ્રામ ની જગ્યાએ તુવેરદાળ 4.465 કિ.ગ્રામ ધટ,દેશીચણા 30.835 કિ.ગ્રામની જગ્યાએ દેશીચણા 0-835 કિ.ગ્રામ વધ, તેલ 47.63 કિ.ગ્રામ ની જગ્યાએ તેલ 2.63 કિ.ગ્રામ ઘટ, જોવા મળી રહેતાં વઘઘટ જોતાં ફરીયાદ મુજબની ઓછામાં ઓછી 15 કિ.ગ્રામ વધ-ઘટ મળવી જોઇએ પરંતુ વધ-ઘટ જોઈ નાયબ મામલતદાર મભયો તથા આચાર્ય સાથે કેન્દ્ર સંચાલક ભાનુંબેન વણકર ના ઘરે જઇ પંચો રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવેલ હતી. તપાસ કરતાં તેઓના ઘરે થી 1 ટીન તેલનો ડબ્બો મળી આવેલ છે. જેની ગણતરી કરતાં ઉપરોકત જથ્થા સાથે મેળવણું કરતાં 12.37 કિ.ગ્રામ તેલની વધ જણાય આવેલ છે.
સંચાકલએ તા.03/09/2024 સુધીનું સ્ટોક પત્રક નિભાવેલ હોઇ ઉપરોકત વધ-ઘટ સંચાલક ધ્વારા તા.05/09/2024 સુધીનો વપરાશ બાદ કરતાં વધ-ઘટમાં ફેરફાર થઇ શકે છે.ઉપરોકત ગેરરીતી /જથ્થાની વધ-ઘટ બાબતે કેન્દ્ર સંચાલક ભાનુંબેન વણકર ને કારણ દર્શક નોટીસ આપી આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે નિયમોનુસાર હાથ ધરવામાં આવશે જેની જાણ માટેનો રીપોર્ટ જીલ્લા ઉજઘ ને પણ મોક્લી આપવામા આવ્યો છે.