- વેજલપુર મોટા તળાવ પાસે આવેલ જમીન મલિક દ્વારા વર્ષો જૂનો વરસાદી પાણીનો નિકાલ બંધ કરતા અનેક વખત રજુઆત તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ.
- વેજલપુર ગ્રામ પંચાયત જમીન માંલિક સામે કોઈ કાર્યવાહી ન કરતા ગ્રામ પંચાયતની મિલી ભગત હોવાની લોક મુખે ચર્ચા.
- વેજલપુર ગ્રામ પંચાયત જમીન માલિક સામે કાર્યવાહી કરશે ખરા કે પછી આજના યુગમાં જમીનના ભાવ આસમાને હોવાથી જમીન માલિક સાથે સાઠ ગાંઠ કરશે.
- વેજલપુર ગ્રામ પંચાયત વરસાદી પાણીનો જાતે નિકાલ કરી યોગ્ય કાર્યવાહી કરશે ખરાં કે પછી દિવા તળે અંધારૂ.
વેજલપુર, પંચમહાલના અનેક ગામોમાં મેઘરાજાએ વેહલી સવાર થી જબરજસ્ત બેટિંગ કરતા તળાવ તેમજ નદીમાં નવા નીર આવ્યા હતા. મેઘરાજાએ વેહલી સવાર થી ધમાકેદાર એન્ટ્રી કરતા વેજલપુર મોટા તળાવમાં વર્ષોથી આજુબાજુ ખેતરોનું વરસાદી પાણીનો નિકાલ માટેનો કોતેંડુ હતું. જે આજના યુગમાં જમીનોના ભાવ આસમાને પહોચતા મોટા તળાવ પાસે આવેલ જમીન માલિક દ્વારા જમીન કવર કરવા માટે કાલંત્રા તરફ જવાના રસ્તાની સાઈડે આવેલ કોતરમાં સિમેન્ટની પાઇપો નાખી માટી લેવલ કરી દેતા આજુ બાજુના ખેડૂતો પરેશાન થયા હતા અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા વરસાદી પાણી કાલંત્રા રોડ ઉપર ફળી વર્ળ્યું હતું. બીજી તરફ ખેડા ફળીયામાં આવેલ સ્વામિનારાયણ મંદિરની લાઈનમાં આવેલ મકાનો નીચાણવાળો વિસ્તાર હોવાથી અનેક મકાનોમાં વરસાદી પાણી ભરાયું હતું. વરસાદી પાણી માટે કોઈ ગટર લાઈન કે વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી લોકો હેરાન પરેશાન થયા હતા.