કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુર ગામે ગત તા 22/04 નારોજ ડી.વાય.એસ.પી. હાલોલ દ્વારા યોજાયેલ લોક દરબાર કાર્યક્રમમાં વેજલપુરના ગ્રામજનો, ગ્રામ પંચાયતના સભ્યો,તાલુકા પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા.
તે સમયે વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-5ના સભ્ય દ્વારા,”અમો વિકાસના કામો શરૂ કરીએ ત્યારે પત્રકારો પૈસાની માંગણી કરે છે. તેવા ખોટા અક્ષેપો નિશાંત શાહ દ્વારા કરયામાં આવ્યા હતા. જેથી આવા ખોટા આક્ષેપો અને પાયાવિહોણા આક્ષેપ કરીને વેજલપુર સહિત સમગ્ર પત્રકાર આલમની આબરૂ ઉપર કીચડ ઉછાડેલ છે. જેથી પત્રકારોએ જો કોઈ પૈસાને માંગણી કરી હોય અને તેના પુરાવા હોય તો તે પત્રકાર ઉપર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને કેમ તમામ પત્રકારો ને બદનામ કરવામાં આવે છે. પત્રકારોએ આવી ખોટી માંગણી કરી ન હોય તો આક્ષેપ કરનાર નિશાંતભાઈ સંજયભાઈ શાહ સામે પત્રકારોને ખોટી રીતે બદનામ કરવા બાબત કાયદેસર કાર્યવાહી કરવા અંગે લેખિત ફરિયાદ સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાય અને બીજી તરફ તમામ પત્રકારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ વોર્ડ નંબર-5 ના સભ્ય નિશાંતકુમાર સંજયભાઈ શાહ કે જેઓ સરકારી અનાજના કારોબારમાં પીબીએમ હેઠળ જેલમાં જઈ આવ્યા હોવાથી ગત તા 08/12/23 ના રોજ તેમનું સભ્યપદ રદ કરવા માટે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલ છે. જે રિપોર્ટ આધારે તાલુકા વિકાસ અધિકારીને રિપોર્ટ કરવા છતાં પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ ન હોય તેઓને સભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કામગીરી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જેથી હવે જોવાનું એ રહયું કે, ઉચ્ચઅધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે પછી વહાલા દાહલાની નીતિ આપનાવશે તે આવનારો સમય બતાવ શે.