ગોધરા ખાણ ખનિજ અધિકારીઓની રહેમનજર હેઠળ ખનિજ ચોરીથી સરકારી તિજોરીને લાખોનું નુકશાન

ખાણ-ખનિજ વિભાગ જીલ્લામાં ચાલતા ખનિજ ખનનની જાણકારી છતાં કાર્યવાહી નહિ

ગોધરા,
ગોધરા લીલેસરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બામણીયા તલાવડી માંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન રહયું છે. સરપંચ, તલાટી અને સભ્ યોની રહેમ હેઠળ માટી ખનનની કામગીરી કરાઈ રહી છે અને સરકારી તિજોરીને લાખો રૂપીયાનું નુકશાન કરાઈ રહ્યું છે.

ગોધરા તાલુકાના લીલેસરા ગ્રામ પંચાયતમાં આવેલ બામણીયા તલાવડી માંથી ગેરકાયદેસર માટી ખનન કરાઈ રહ્યું છે. પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યોના મેળાપીપણામાં માટી ખનનનો ધંધો કરાઈ રહ્યો છે અને સરકારી તિજોરીને લાખો રૂપીયાનું નુકશાન કરાઈ રહ્યું છે. લીલેસરા પંચાયત વિસ્તારમાં બામણીયા તલાવડી માંથી ચાલતા માટીના ખનનને ખાણ-ખનિજ વિભાગ એ છુટોદોર આપ્યો હોવાથી આવા ખનિજ ચોરી કરતાં તત્વોને સરકારી કાયદાને ગણતા નથી. લીલેસરા ગામમાં તલાવડી માંથી થતી માટી ચોરીના ટે્રકટરના ફોટો અને વિડીયો બનાવી ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી માટે ભરેલા ટે્રકટર સોંપવામાં આવ્યા હતા છતાં ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ નોટોના વજન થી દબાઈ ગયા હતા અને ખાણ-ખનિજ અધિકારીઓએ માટી ભરેલ ટે્રકટર ખાલી કરાવી દેખાવ પુરતી કામગી કરવા ટે્રકટર કલેકટર કચેરી ખાતે લઈ ગયા હતા. તયારે ટે્રકટર સામે કાર્યવાહી કરવા મજબુર થયા હતા. જાગૃત નાગરિક દ્વારા એફ.આર.આઈ.ની માંગ કરતાં એફ.આર.આઈ. માટે કલેકટરને કરવી પડશે. ત્યારે ગેરકાયદેસર માટી ખનનથી થતાં લાખોના નુકશાન સામે ખાણ-ખનિજ વિભાગ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું….?