વેજલપુર ગામમાં એક કહાવત સાર્થક થઈ ઉલટા ચોર કોટવાલ કો દાટે વેજલપુર ગ્રામ પંચાયત તલાટી દ્વારા અરજદારને નોટીસ ફટકારાઈ

વેજલપુર ગામમાં એક કહાવત સાર્થક થઈ ઉલટા ચોર કોટવાલ કો દાટે વેજલપુર ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી દ્વારા માલિકીના મકાન માલિક અરજદારનેજ નોટીસ ફટકરાય વેજલપુર ગામમાં આવેલ દીવાન ફળીયામાં આવેલ માલિકીના મકાન મલિક દ્વારા તેઓના મકાનના પાછળના ભાંગે થી જવાના જાહેર રસ્તા ઉપર સરકારી જમીન ઉપર માલિકીના મકાનની પાછળ થી જવા-આવવાના રસ્તા ઉપર અન્ય ઈસમ દ્વારા મકાન બનાવી જવા આવવાનો રસ્તો બંધ કરી દેતા મકાન માલિક દ્વારા જાહેર સરકારી રસ્તા ઉપર બનેલ મકાન દૂર કરવા 2021 થી વેજલપુર ગ્રામ પંચાયત સહિત વિવિધ કચેરી માં અરજી કરાય હતી અને હાલ કાલોલ તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી અને તે સ્વાગત પ્રાંત કલેકટર દ્વારા સુનાવણી કરવામાં આવી હતી જેથી પ્રાંત કલેકટર દ્વારા પંદર દિવસમાં દબાણો દુર કરવાના આદેશ આપીયા હતા.

ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી દ્વારા દબાણ દૂર નહિ કરવા દબાણદાર સાથે મળી અરજદારને સરપંચની સહી વગર તેમજ જાવક નંબર વગર માત્ર તલાટી ક્રમ મંત્રીની સહી થી નોટિસ ફટકરાઈ છે. જેથી તલાટી ક્રમ મંત્રી એ તમામ હદ વટાવી પોતાની મનમાની કરી છે. જેથી અરજદારને ન્યાય નહિ અને દબાણદારોને પોત્સાહન અપાય રહયું છે. દબાણ કરનારની જગ્યાએ અરજદારને નોટિસ પાઠવતા સાબિત થાય છે કે “જુઠ કા જમાના હે સચ યહાઁ ચલતાહી નહિ આગે આગે દેખો હોતા હે ક્યાં” જેથી હવે જોવાનું એ રહયું. વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી નીતિ નિયમોને આધીન રસ્તાનું દબાણ દૂર કરશે કે પછી દબાણ દારને પોત્સાહન આપી દબાણ યથાવત સ્થિતિ ઉપર રાખશે.