વેજલપુરમાં ફોર્મ ભરવા પહોંચેલા બે ઉમેદવારો હયાત હોવા છતાં મૃતક તરીકે મતદાર યાદીમાં પોતાનું નામ કમી થઈ જતાં ગંભીર છબરડા

  • પોતાના દ્વારા કોઈપણ સુધારો કરવા અરજી અપાઈ નથી. તેમ છતાં મૃતક ધોષિત થવાના લઈને ભારે હોબાળો
  • સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં તંત્રની બેદરકારીના કારણે મતઅધિકારથી વંચિત બન્યા
  • ત્યારે તપાસનો વિષય બન્યો છે.

વેજલપુરમાં હાલમાં ચુંટણીના માહોલમાં ફોર્મ ભરવા પહોંચેલા બે ઉમેદવારો હયાત હોવા છતાં મૃતક તરીકે મતદાર યાદીમાં પોતાનું નામ કમી થઈ જતાં ગંભીર છબરડા બહાર આવ્યા છે. પોતાના દ્વારા કોઈપણ સુધારો કરવા અરજી અપાઈ નથી. તેમ છતાં જીવતા મૃતક ધોષિત થવાના લઈને ભારે હોબાળો મચી ગયો છે. જોકે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં તંત્રની બેદરકારીના કારણે મતઅધિકારથી વંચિત બન્યા છે. ત્યારે તપાસનો વિષય બન્યો છે.

કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા મોટી કાછીઆવાડ રહેતા બી.એન.શાહ અને નાના મહોલ્લામાં રહેતા શબીના શેખ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં દાવેદારી નોંધાવા માટે દિવસો થી તૈયારીઓ હાથ ધરી હતી. જરૂરી ફોર્મ મેળવ્યા બાદ મતદાર યાદીમાંં નામ માટેની સક્ષમ અધિકારી સમક્ષ પહોચ્યા હતા. પરંતુ મતદાર યાદીમાં તેઓનું નામ ગાયબ થઈ જતા અચંબામાં મુકાયા હતા. દિવસો થી તૈયારીઓ સાથે કચેરીમાં પહોંચી અને મતદાર યાદી જોતાં તેઓ હયાત હોવા છતાં મૃતક તરીકે દર્શાવીને નામ કમી કરવાને લઈને બન્ને અરજદારો દ્વારા હોબાળો મચી ગયો હતો. કયા કારણોસર અને કોના ઈશારે નામ કમી કરવામાં આવતા તંત્ર માટે ગંભીર તપાસનો વિષય બન્યો છે. સામાન્ય રીતે વેજલપુરમાં અગાઉ ચુંટણી પૂર્વે યાદી તૈયાર કરવા માટે શિક્ષકો એવા બીએલઓ દ્વારા ઘરે ઘરે ફરીને જરૂરી સુધારા વધારા માટેના ફોર્મ ભરાયા હતા. અને એ ફોર્મ ચુંટણી કચેરીમાં મોકલાવ્યા બાદ તેમાં જરૂરી સુધારા-વધારા સાથેની નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. પરંતુ તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં અનેક છબરડા જોવા મળે છે. વેજલપુરમાં કેટલાક મતદારોના નામમાં, ઉંમરમાં, રહેઠાણ જેવા બાબતોમાં ભારે ભૂલબાલ જોવા મળી રહી છે.

તંત્રની ભૂલના કારણે અગામી મતદાનના દિવસે મત અધિકાર થી વંચિત રહે તેવી સ્થિતી ઉદ્દભવી છે. પરંતુ કાછીઆવાડ ખાતે રહેતા બી.એન.શાહ અને નાના મહોલ્લામાં રહેતા શબીના શેખ હાલ જીવીત છે. તેમ છતાં તંત્રના ભૂલના કારણે તેઓ મૃતક ધોષિત થઈને મતદાર યાદીમાંથી નામ કમી કરી દેવામાં આવતાં આ મામલે વેજલપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે. નામ કમી થવાના કારણે તેઓ ફોર્મ ચુંટણી ફોર્મ ભરી શકયા ન હતા. અને નિરાશ થવાનો વારો આવ્યો હતો. કોના દ્વારા ભૂલ કરવામાં આવી છે. તે બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરીને તેઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તંત્રની ભૂલના ભોગ બનેલા આ બે અરજદારો ઉમેદવારી નોંધાવી શકયા ન હતા. એટલું જ નહીં અગામી ચુંટણીમાં પણ મત અધિકારથી વંચિત રહે તેવી સ્થિતી સર્જાઈ છે. આ બે અરજદારો દ્વારા નામ કમી કરવા અંગે કોઈપણ પ્રકારની અરજી આપવામાં આવી નથી. ત્યારે બારોબાર નામ કમી થઈ જવાના લઈને કાલોલના વેજલપુરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તંત્રની બેદરકારીના કારણે નામ કમી થવાના મુદ્દે આગામી સમયમાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે સબ સલામત થવાનો હોવાનું જણાવશે. તે બાબતે મિટ મંડાઈ છે.