વેજલપુરમાં નાયક સોસાયટી છાપરા વિસ્તારમાં પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ

વેજલપુર,
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી રણ સીંગુ ફૂંકાય ગયુ છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચુંટણી નો પ્રચાર પ્રસાર જોરશોર થી ચાલી રહયો છે ત્યારે વેજલપુર તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપ કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રીપાંખયો જંગ ખેલાશે ત્યારે હવે જોવાનુ રહયુ કે વેજલપુર ની સીટ ઉપર કોણ બાજી મારશે ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જલ સે નલ યોજના ચાલી રહી છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા નાયક સોસાયટી છાપરા વિસ્તારમા પંદર થી ૨૦ વર્ષ જેટલો સમયથી આ વિસ્તારના લોકો પીવાના પાણી રાહ જોય રહયા છે .

પંદરથી વિસ વર્ષ ના સમય ગાળો વીતી ગયા હોવા છતા આ વિસ્તારમાં પાણી પાઇપ લાઈન કરેલ હોવા છતા પીવાના પાણી ન મળતા સ્થાનિક લોકોને મદારી વાસ માંથી પીવાનું અને વાપરવાનું પાણી માથે ઉચકીને લાવવું પડે છે આ સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ના સભ્યો તથા સરપંચ ને અનેક વખત રજુઆત કરવા છતા આવિસ્તારની પાણી ની સમસ્યા આજ દિન સુધી હલ ન થતા આ વિસ્તાર ના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સમસ્યા કોઈપણ સભ્યો કે સરપંચ દ્વારા કરવામાં આવતી નથી અને માત્ર ઇલેક્સન વખત વોટ લેવા આવેછે અને ખોટા વચનો આપી ને જતા રહેછે અને જીત મેળવ્યા પછી આ વિસ્તારની મુલાકાત કે જોવા પણ આવતા નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.