કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુર ગામે ખેડા ફળિયા સ્વામિનારાયણ મંદિરમાં 11 જાન્યુઆરીના રોજ શાકોત્સવ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં અર્પિતભાઈ શેઠ અને ધવલભાઈ પટેલ હાજર હતા ત્યારે આરોપી જયેશભાઈ બાબુભાઈ પટેલએ ચરણસિંહ ચોૈહાણને ગાળો આપી હતી અને તું અરવિંદભાઈ અને ધવલ પટેલને કેમ લઈને આવેલ છે તેમ કહીને ઝધડો કર્યો હતો. બે-ત્રણ ઝાપટ મારી હતી. ત્યારે નજીક ઉભેલ અર્પિત શેઠ અને ધવલભાઈ વચ્ચે પડીને છોડાવ્યા હતા. ત્યારે આરોપી જયેશ બાબુભાઈ પટેલએ તમે બધા અહિં કેમ આવ્યા છો અમારા પ્રસંગમાં આવવાનુ નહિ તમે બધા આવશો તો હું માથાભારે છુ અને મારી પાસે માથાભારે માણસો છે જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપતા ચરણસિંહ ચોૈહાણ જતા રહ્યા હતા. અને આ ઝધડા બાબતે વેજલપુર પોલીસ મથકે 11 જાન્યુઆરી 2024ની અરજી આપી હતી. આરોપી જયેશભાઈ અવાર નવાર ધમકી આપતા હોય જેથી આરોપી જયેશ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.