કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુરની કે.કે.હાઈસ્કુલમાંં અભ્યાસ કરતા મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓ શાળાના યુનિફોર્મ મુજબના કલરના કપડાં પહેરીને શાળામાં જતા હોય પણ પરંતુ શર્ટની જગ્યાએ ઝભ્ભો (કુર્તો) પહેરી શાળામાં જતા હતા. અચાનક શાળા દ્વારા ઝભ્ભો પહેરી ન આવવાની સુચના આપી હતી. સામાજીક કાર્યકર્તાઓ દ્વારા આચાર્યને પહેરવેશમાં છુટછાટ માટે અરજી આપી હતી. આ ટ્રસ્ટ મંડળ ઉપર છોડતા ટ્રસ્ટ મંડળના પ્રમુખ સાથે ચર્ચા કરતાં યુનિફોર્મ કલરનો ઝભ્ભો પહેરવાની છુટ આપી હતી. 17 જુલાઈના રોજ હાઈસ્કુલના શિક્ષક દ્વારા બે વિદ્યાર્થીઓને ઝભ્ભા નહિ ચાલે શર્ટ પહેરી આવો તેમ કહી શાળા માંથી કાઢી મુકવામાં આવ્યા હતા. આ બાબતે સમાજના આગેવાનો દ્વારા આચાર્યને જણાવતાં શિક્ષકોને સુચના આપવાનું ભુલી ગયેલ એવું પ્રશ્ર્ન ઉકેલાઈ જશે. તેવો દિલાસો આપ્યો હતો. આચાર્ય અને શિક્ષકો વિરૂદ્ધ ખોટી અરજી આપવામાં આવતાં મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા વેજલપુર પોલીસ મથકના પી.એસ.આઈ.ને લેખિત રજુઆત કરાઈ છે.
વેજલપુર ખાતે આવેલ કે.કે.હાઈસ્કુલમાં મુસ્લીમ સમાજના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે અને શાળા તરફથી નિયત કર્યા મુજબના યુનિફોર્મ પહેરીને જતા હોય છે, પરંતુ મુસ્લીમ વિદ્યાર્થીઓ શર્ટની જગ્યાએ ઝભ્ભા (કુર્તો) પહેરીને જતા હોય ત્યારે અચાનક શાળા દ્વારા ઝભ્ભા પહેરીને આવવા માટે ના પાડવામાં આવી હતી. જેને લઈ મુસ્લીમ સમાજના મૌલ્વી, સામાજીક કાર્યકરોએ શાળાના આચાર્યને મળીને સ્કુલ યુનિફોર્મના પહેરવેશ માટે ચર્ચા કરી છુટછાટ આપવા લેખિત અરજી આપતા આચાર્ય દ્વારા અરજી લેવામાં આવી ન હતી. યુનિફોર્મ ટ્રસ્ટ મંડળ દ્વારા નકકી થયેલ છે. જેથી ટ્રસ્ટ મંડળને મળો તેમ કહેતા ટ્રસ્ટ મંડળના પ્રમુખ સાથે ફોનથી સંપર્ક કરી યુનિફોર્મ અંંગે ચર્ચા કરતાં ત્યારે બાળકો ઝભ્ભા પહેરીને આવે પરંતુ યુનિફોર્મ મુજબના કલર અને પેર્ટનમાં આવે ત્યારબાદ આચાર્ય દ્વારા સામાજીક કાર્યકર બોલાવી ફોરમેટ આપી તે મુજબના પહેરવેશ બાબતે અરજી બાળકોના નામ સાથે આપો તેમ કહેતા યુનિફોર્મના પ્રશ્ર્નનો નિકાલ થઈ ગયેલ હતો પરંતુ 17 જુલાઈના રોજ શાળામાં શિક્ષક દ્વારા ઝભ્ભા પહેરી આવેલ બે વિદ્યાર્થીઓને યુનિફોર્મ મુજબના શર્ટ પહેરી આવો તેમ કહીને શાળા માંથી કાઢી મુકેલ હતા. બાળકોને કાઢી મુકતા સમાજના આગેવાનો એ આચાર્યના સંપર્ક કરતાં આચાર્ય દ્વારા મંડળ તરફથી સુચના અપાઈ છે. પરંતુ શિક્ષકોને સુચના આપવાનું ભુલી ગયો છું તેમ કહેતા આ પ્રશ્ર્નનો ઉકેલ આવ્યો હતો. પરંતુ હાઇસ્કુલમાં આચાર્ય અને પાંચ શિક્ષકો દ્વારા વેજલપુર પોલીસ મથકમાં મુસ્લીમ સમાજના આગેવાન અને સામાજી કાર્યકર વિરૂદ્ધ અરજી કરી બાળકો સમક્ષ મુસ્લીમોની લાગણી દુભાઈ તેવી હકીકતો શાળામાં ઝભ્ભા બાબતે એડમીશન નહિ આપી સીધા કરી દેવાના તેમ કહી શાળાના શિક્ષકો અને બાળકોમાં મુસ્લીમ પ્રત્યે વેરઝેર ઉભું કરી ધાર્મીક કટ્ટરતા ફેલાવી રહ્યા છે. તેમાં બાળકોનુંં હિત પણ જોખમાઈ રહ્યું હોય કે.કે.હાઈસ્કુલના આચાર્ય અને શિક્ષકો દ્વારા મુસ્લીમ સમાજના વિદ્યાર્થીઓના ધર્મ મુજબના પહેરવા દેતા ન હોય તેઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વેજલપુર પોલીસ મથકના પી.એસ.આઈ.ને મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા લેખિત રજુઆત કરાઈ.
વેજલપુર કે.કે.હાઈસ્કુલ અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે હવે આ ઓછું હોય તેમ યુનિફોર્મ મુજબનો ઝભ્ભાનો વિરોધ કરી વિવાદ ઉભો કર્યો છે. શાળાના આચાર્ય અને શિક્ષકો સુમેળતા જળવાય તેવી ભાવના નહિ રાખી મુસ્લીમ સમાજના આગેવાનો વિરૂદ્ધ પોલીસમાંં ખોટી રજુઆત કરી.
શાળના નિયમો અનુસાર વિદ્યાર્થીઓને યુનિફોર્મ બાબતે સુચના આપવામાં આવી છે. : હર્ષવર્ધન પુવાર, કે.કે.હાઈસ્કુલ આચાર્ય…