- વેજલપુર પંચાયતમાં મનરેગા યોજના લાભાર્થીઓને રોજગારી પુરી પાડશે.
- વેજલપુર પંચાયતમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ થશે.
- વેજલપુર પંચાયતમાં કામો થયા વગર નાણા ઉપાડી લેવામાં આવ્યા તેની વસુલાત કરાશે.
- વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં કામ કર્યા વગર જોબકાર્ડના આધારે નાણાં ઉપાડી લેવામાં આવ્યા તેની વસુલાત કરાશે.
વેજલપુર,
હાલ સમગ્ર વિશ્ર્વવમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને પુરી દુનિયામાં લોકો કોરોનાનો કાળો કહેર સામે ઝઝુમી રહયા છે. ત્યારે કેટલાક લોકો કોરોના વોરીયર તરીકે લોકોને મદદ રૂપ થય રહયા અને કેટલાક લોકો દ્વારા ગરીબ મધ્યમ વર્ગ ના લોકોને જરૂરી ચીજ વસ્તુઓ દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે. ત્યારે વાત કરીએ તો વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અને આજુબાજુના મજૂરી મધ્યમવર્ગના લોકોને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી (મનરેગા) યોજના અમલમાં આવેલ છે.
તે યોજનામાં ગરીબ મજુર મધ્યમ વર્ગના લોકોને મજૂરી રોજગાર કામ આપીને ગરીબ લોકોનો પેટનો ખાડો પુરવાનો હોય ત્યારે કાલોલ તાલુકા પંચાયત અને વેજલપુર ગ્રામ પંચાયતના અધિકારીઓ અને સરપંચ તલાટી ગરીબ મજુર મધ્યમ વર્ગના લોકોનો હક મારી પોતાનો વિકાસ કરી રહયા છે. તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આવા કપરાકાળમાં ગ્રામિણ વિસ્તારના ગરીબ લોકોને રોજગારી આપીને આર્થિક સ્થિતિ સુધારવા માટે મનરેગા એક સારો વિકલ્પ છે. મનરેગા આમ તો યોજના નહિ પરંતુ રોજગાર અધિકાર કાયદો છે, એમાં પણ ભ્રષ્ટાચારની બુમો સમયાંતરે ઉઠતી રહે છે. કોરોના મહામારીમાં દરેક ગરીબ મજુર ને રોજગારી આપવાનો પડકાર ઉભો થયો છે. ત્યારે ભ્રષ્ટાચારના છીંડા પૂરીને ગરીબ મજૂરો રોજગારી આપવાનું સૌથી મોટું માધ્યમ બનાવી શકાય મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ ભારતમાં એક રોજગાર ગેરંટી યોજના છે. જે ગ્રામીણ શ્રેત્રોમાં બે રોજગાર ગરીબ લોકોને રોજગારી પુરી પાડે છે. ત્યારે વેજલપુર ગામના તથા આજુબાજુ ગ્રામીણ વિસ્તારોના જોબ કાર્ડમાં કામો કર્યા વગર મસ્ટરમાં હાજરી પુરીને જોબ ધારકોના ખાતામાં મજૂરી નામે રૂપિયા નખાવીને ફરી બાદમા જોબ કાર્ડ ધારકને બેંકમાં સાથે લઈ જઈ ને રૂપિયા ઉપાડી લઈને રૂપિયા સેરવી લેતા હોય છે. ત્યારે વાત કરીએ તો રેકર્ડ પર બતાવેલ કામો જેવા પ્રભાત કોમ્પલેક્ષ આગળ સીસી રોડ નું કામ બતાવેલ છે. ત્યાં પ્રભાત કોમ્પલેક્ષ સામે ગોધરા વડોદરા હાઇવે આવેલ છે અને બીજી બાજુ વેજલપુર થી મેહલોલ રોડ પ્રસાર થાય છે અને પાછળના ભાગે ખેતરો આવેલા છે. તો ફરી મનરેગા યોજનામાં ૨૦૨૧માં સીસી રોડ કયા બનાવ્યો છે. તે પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પ્રભાત કોમ્પલેક્ષ આ તો માત્ર એક નમૂનો છે. જ્યારે મનરેગા યોજનામાં થયેલા કામોની વાત કરીએ તો વેજલપુર ગામમાં માત્ર ૨૦% જેટલા કામો થયા છે અને ૮૦% ટકા કમો માત્ર કાગળ ઉપર ઘોડા દોડાવીને કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો છે અને વેજલપુર ગામના તળાવો ઉડા કર્યા વગર અને કેટલાક વિસ્તારોમાં માટી મેટલ કામ જમીન સમતુલન અને સી સી રોડ પેવર બ્લોકનું કામ ચેક ડેમોનું કામો ઓનલાઇન રેકર્ડ પર દર્શાવીને અને સ્થળ પર કામો કર્યા વગર લાખો રૂપિયા બનાવી લીધા છે. જયારે વેજલપુર ગામના કેટલાક જોબ કાર્ડ ધારક એવા છે કે તેઓ એ જીવનમાં મજૂરી કરી નથી અને તેવા લોકોએ પણ જોબ કાર્ડ માં રૂપિયા જમા કરાવી ને લાખો રૂપિયાની સરકારી ઉંચાપત કરી છે અને મધ્યમ ગરીબ વર્ગ મજૂરોનો હક માર્યો છે. આ સમાચાર વાંચ્યા પછી પણ જવાબદાર અધિકારીઓ આ અંગે કોઈ કાર્યવાહી ન કરે તો પોતે સમજી લેવું કે તેમના અંદરની આત્મા મરી ગઈ છે અને તેઓ પદ ઉપર થી રાજીનામું આપી દેવુ જોઈએ કારણ કે વેજલપુર ગ્રામ પંચાયત વર્ષો થી ચર્ચામાં રહી છે અને આવા અધિકારી કોઈ કાર્યવાહી કરવા રાજી ન હોય જેથી બીજા અધિકારીને શુભકાર્ય કરવાનો મોકો મળે વેજલપુર ગામમાં દરેક વિસ્તારમાં મનરેગામાં દર્શાવેલ કામો કર્યા હોત તો વેજલપુર ગામનો રૂપ બદલાય ગયો હોત.
વેજલપુર પ્રભાત કોમ્પ્લેકસ આગળ સી.સી.રોડનું કામ કાગળ ઉપર…
વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા રેકર્ડ ઉપર પ્રભાત કોમ્પ્લેકસ આગળ સીસી રોડનું કામ બતાવવામાં આવેલ છે. સ્થળ ઉપર પ્રભાત કોમ્પ્લેકસની સામે ગોધરા-વડોદરા હાઈવે રોડ આવેલ છે. બીજી તરફ વેજલપુર થી મહેલાલ રોડ પસાર થાય છે. પાછના ભાગે ખેતરો આવેલા છે. તેમ છતાં ૨૦૨૧ના વર્ષમાં ગ્રામ પંચાયત દ્વારા માત્ર કાગળ ઉપર સીસી રોડ દર્શાવીને ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
વેજલપુરમાં અત્યાર સુધી થયેલા વિકાસન ૨૦% કામો થયા જ્યારે બીજા ભ્રષ્ટાચાર…
વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં માત્ર ૨૦% વિકાસના કામો સ્થળ ઉપર થયેલ છે. જ્યારે ૮૦% કામો કાગળ ઉપર દર્શાવીને લાખો પીયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. વેજલપુર ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી જેટલા પણ સરપંચ આવ્યા છે. તેમના દ્વારા ગામના વિકાસમાં રસ રાખ્યો નથી અને માત્ર ભ્રષ્ટાચાર આચરીને નાણાં એકઠા કરી લેવાની વૃતિને લઈ ઘંઘા ક્ષેત્રમાં આગળ પડતા ગણાતા વેજલપુરમાં વિકાસ દેખાઈ રહ્યો નથી.
વેજલપુર પંચાયતમાં મનરેગાના લાભાર્થીના ખોટા જોબકાર્ડ ભરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો…
વેજલપુર ગ્રામ પંચાયતમાં મનરેગા અંતર્ગત જોબકાર્ડ ધરાવતા શ્રમજીવી લાભાર્થી એવા છે. જેમને મનરેગા અંતર્ગત કોઈપણ જાતની મંજુરી કરી નથી. તેવા લોકોના જોબકાર્ડમાં ખોટી હાજરી ભરીને લાભાર્થીઓના ખાતામાં રૂપીયા જમા કરાવીને ખાતા માંથી રૂપીયા ઉપાડી લેવડાવીને પંચાયતના સરપંચ, તલાટી અને કાલોલ તાલુકા મનરેગા વિભાગના મેળાપીપણામાં ભ્રષ્ટાચાર ફુલો ફાલ્યો છે. તેની તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
વેજલપુરમાં મનરેગા યોજનામાં તળાવ ઉંડુ કરવામાંં ૭મે થી ૧૯ મે સુધી રોજમેળમાં એન્ટ્રી પડતા ચકચાર…
કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં આવેલ મનરેગા વિભાગના કર્મચારી અને વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી પોતાની મનમાની મુજબનો ભ્રષ્ટાચાર આચરતા હોઈ અને ઉપલા અધિકારીનો ડર રાખ્યા વગર પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરીને મસ્ટરમાંં એંડવાન્સમાં તારીખ ૭/૫/૨૦૨૧ થી ૧૯/૫/૨૦૨૧ તળાવ ઊંડું કરવાની એન્ટ્રીઓ પાડતા લોકોમાં ચર્ચા એ જોર પકડ્યું છે કે વેજલપુર ગામ નું એકપણ તળાવ ઊંડું કરીયું નથી અને એંડવાન્સમાં મસ્ટરમાં એન્ટ્રીઓ પાડી ને જોબ કાર્ડ ધારકના એકાઉન્ટમાં નાણા નાખી કાલોલ તાલુકા પંચાયત વિભાગ કચેરીમાં આવેલ મનરેગાના કર્મચારી અને વેજલપુર ગામના તલાટી એ મસમોટું કૌભાંડ આચર્યું છે.
વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી એ અનેક ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર આચાર્યો હોય જેથી ગામના જાગૃત નાગરિકો સુધી વાત પહોંચી ગઈ હોય જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના પાપનો ઘડો ભરાઈ ગયો હોય અને ફૂટે ના તે પહેલાં તલાટી ક્રમ મંત્રી એ બદલી કરાવવા અનેક પ્રયાસો કરી દીધા છે. તેવી લોક મુખે ચર્ચાઈ રહયુ છે.