- વેજલપુર ગામમાં ટાવરને જર્જરીતે બતાવી તોડી પાડવામાં આવ્યો.
- ટાવરવાળા સ્થળે પંંચાયત દ્વારા કેબીનો ગોઠવવાનું આયોજન.
- કાલોલ તાલુકા પંચાયત ઈજનેર અને માર્ગ મકાન વિભાગ ઈજનેર એ પણ ખોટા પ્રમાણપત્ર આપ્યું ?
કાલોલ,
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત સામે આવેલ માત્ર એકજ ટાવર ગામ ને શોભા આપતો હતો. વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ટાવર તોડતા વેજલપુર ગ્રામ પંચાયત મા અનેક લોકોએ વિરોધ કરવા અને રજુઆત કરવા માટે ગ્રામ પંચાયતમાં ગયા હતા અને ત્યાં જઈને કોને રજુઆત કરવી તેવો પ્રશ્નો ઉપસ્થિત થયો હતો. વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી કે સરપંચ પણ હાજર ન હતા. જેથી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી ને ફોન કરતા ફોન સ્વીચઓફ આવતો હતો. જેથી આવા અધિકારી ઓને કોણ છાવરે છે અને કોના આશીર્વાદ થી ચાલે છે. વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી એવા તલાટી ક્રમ મંત્રી આર.સી. ભોય પોતાની મરજી મુજબ ગ્રામ પંચાયતમાં આવે છે અને પોતાની મરજી મુજબ જાય છે. વેજલપુર ગ્રામ પંચાયત અનેક પ્રયાસો અજમાઈ ને હદ વટાવી ચુકી હોય તેમ લાગી રહયુ છે. વેજલપુર ગ્રામ પંચાયત પોતાના હિત માટે ટાવર તોડતા હોય તેમ લાગે છે. વેજલપુર ગામમંા અનેક અત્યંત જર્જરીત મકાનો આવેલા છે. તેને ઉતારી લેવા વેજલપુર ગામના જાગૃત નાગરિકો દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત ને ૩૧-૦૮-૨૦૨૦ નારોજ આવેદનપત્ર આપ્યું હતું. વેજલપુર ગામના શેઠ ફળીયાના નાકા પર મેન બજાર જવાના રસ્તા પર આવેલ અત્યંત જર્જરીત મકાનની દીવાલ પડે તો આજુબાજુ તથા રાહદારીઓને નુક્શાન થાય તેવી ગંભીર હાલતમાં જોવા મળે છે. તેની રજુઆત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સુધી કરી હોવા છતા કોઇપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોય તેમ લાગે છે. ૩૧-૦૮-૨૦૨૦ ના રોજ આપેલ આવેદનપત્ર માં ગામના જાગૃત નાગરિકો દ્વારા આપેલ આવેદનપત્રમાં લેખિત મા જણાવેલ કે, વેજલપુર ગામ નો ટાવર હજુતો અડીખમ છે અને ૫૦ વર્ષ સુધી અડીખમ રહે તેવો દેખાય છે. તાલુકા પંચાયત ઈજનેર અને માર્ગ મકાન વિભાગના ઈજનેર જર્જરીતના ખોટા પ્રમાણપત્ર આપ્યા છે. બીજી તરફ વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં-૪ ના મહિલા સભ્ય કુલસુમબીબી સલીમ કઠીયા એ ૨૭-૦૭-૨૦૨૦ ના રોજ ટાવર ની જાહેર હરાજીના રોજ લેખિતમાં ગ્રામ પંચાયત ને જણાવેલ ટાવરની જાહેર હરાજી મુલતવી રાખવા જણાવેલ અને વેજલપુર ગ્રામ પંચાયત એ અમોને સામાન્ય સભા મા સરપંચ અને તલાટી ક્રમ મંત્રી એ ટાવર ની જાહેર હરાજી માટે અમોને જણાવેલ નથી અને અમારી જાણ બહાર ખોટા ઠરાવો કરી ટાવર તોડવા અંગે ખોટા પુરાવા અત્યંત જર્જરીત બતાવી કોઈ પણ દિવસ તૂટી પડશે અને શાકભાજી લારીઓ અને દૂકાનો અને રાહદારીઓને નુકશાન અને જોખમ બતાવી મને અને સરકારી તંત્ર ને ગેરમાર્ગે દોરી રહયા હોય તેવા આક્ષેપો સાથે ગ્રામ પંચાયત ને લેખિતમાં આપેલ છે. જેથી તેવું લાગી રહયુ છે. વેજલપુર ગ્રામ પંચાયત ખોટા ઠરાવો કરી અત્યંત જજરીત બતાવી કોઇપણ પ્રકાર નુ ચોક્કસ કારણ બતાવેલ નથી. જેથી એવું લાગી રહયુ છેકે, તાલુકા પંચાયત ઈજનેર અને માર્ગ મકાન વિભાગ ઈજનેર એ પણ ખોટા પ્રમાણ પત્ર આપ્યા હોય તેવુ લાગી રહયુ છે.
વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી એટલા વ્યસ્ત હતા. જેથી પોતાનો મોબાઇલ સ્વીચઓફ રાખ્યો હતો અને મોડા ફોન ચાલુ કરતા ટાવર તોડવા અંગે ની વિગત પૂછતા જવાબ આપ્યો કાલે સવારે પંચાયત આવજો કાગળો બતાવીશ.
વેજલપુર ગામના તલાટી ક્રમ મંત્રી ખોટા ઠરાવો લખવામા એટલા વ્યસ્ત છે કે તેમને એટલુ પણ ધ્યાન ન રહયું કે હજુતો ૨૨/૧૦/૨૦૨૦ ને ચાર મહિના જેટલો સમયગાળો બાકી છે ને ૨૩/૬/૨૦૨૦ ના ઠરાવ મા પંચાયત ના લેટરપેડ ઉપર ૨૨/૧૦ /૨૦૨૦ ના રોજ ની તારીખ લખી દેતા લોકોમાં ચર્ચા નો વીષય બન્યો છે કે તલાટી કર્મ મંત્રીએ ભૂલ કરી છે કે ૨૨/૧૦/૨૦૨૦ લખવાનુ બીજૂ કંઈ જ કારણ હોઇ શકે છે.
વેજલપુર ગ્રામ પંચાયતના સભ્યોને વેજલપુરના તલાટી મંત્રી છેલ્લાં એક વર્ષ જેટલા સમય થી પ્રોસીડીંગની નકલ અને ઠરાવો પણ નથી આપતા જેથી સભ્યોને કયા કામો ઠરાવમાં લીધા તે પણ ખબર નથી. વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી પોતાની મરજી ચલાવતા હોય તેમ લાગે છે. જેથી હવે જોવાનું રહયું કે પંચમહાલ સમાચારના સમાચાર વાંચ્યા પછી ઉપલા અધિકારી એકશનમાં આવશે કે રાજકારણીઓના બાનમા તે જોવાનું રીહિયું.
વેજલપુર ગામમા માત્ર એક જ એવો ટાવર હતો. જે ગામને શોભા આપતો હતો. આ ટાવરને તોડી પાડવા માટેનું કારણ માત્ર એટલું જ દેખાઈ રહ્યું છે કે, ટાવરવાળી જગ્યા ઉપર ગ્રામ પંચાયતના સત્તાધિશો કેબીનો ઊભી કરી ને આવી કેબીનોની હરાજી કરવાનો મનસુબો સેવી રહ્યા છે. વેજલપુર પંચાયત વિસ્તારમાં અગાઉ પર કેબીનો ગોઠવીને ઉદ્દધાટન પણ કરવામાં આવ્યા છે. ત્યારે વેજલપુર ગામનો ટાવર માત્ર વ્યકિત સ્વાર્થ માટે તોડી પાડવામાં આવ્યો તેમ લાગી રહ્યું છે.