વેજલપુર ગ્રામ પંચાયતમાં ગેરકાયદે દબાણો દુર કરવાની કામગીરી શરૂ થાય તે પહેલા દબાણકર્તાઓ વધુ ૧૦ દિવસની મોહલત માંગી

વેજલપુર,
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તાઓ તેમજ ગળનાળા ઉપર દબાણો ઉભા કરેલ છે. વેજલપુર પંચાયત વિસ્તારના ૧૫ જેટલા દબાણકર્તાઓને ત્રણ નોટીસ પાઠવીને સ્વૈચ્છીક રીતે દબાણો દુર કરી લેવાનો સમય આપવામાં આવ્યો હતો અને ૧૭ સપ્ટેમ્બરના રોજ દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હતી અને દબાણો દુર કરવા માટે પોલીસનો કાફલો પણ હાજર રાખવામાં આવ્યો હતો. દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલા દબાણકર્તાઓએ લેખિતમાં ૧૦ દિવસનો સમય માંગી જાતે દબાણો દુર કરવાની ખાત્રી આપી છે. જેને પગલે વેજલપુરમાં દબાણો દુર કરવાની કામગીરી રોકી દેવામાં આવી છે. જોવાનું રહ્યું કે હવે દબાણો દુર થશે ખરા ?
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તાઓ અને ગળનાળા ઉપર દબાણો ઉભા કરવામાં આવ્યા છે. વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ઉભા થયેલ ૧૫ જેટલા દબાણકર્તાઓને ૭ ઓગસ્ટ ૨૦૨૦, ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ અને ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આમ ત્રણ નોટીસ ફટકારી હતી અને ગેરકાયદેસર રીતે ઉભા કરેલ દબાણો સ્વૈચ્છિક રીતે દુર કરવામાં નહિ આવે તો ૧૭ સપ્ટેમ્બરના રોજ દબાણો ગ્રામ પંચાયત દ્વારા દુર કરવામાં આવશે. તેવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તે મુજબ ૧૭ સપ્ટેમ્બરના રોજ ગ્રામ પંચાયત વિસ્તારના દબાણો દુર કરવા માટે પોલીસ કાફલા સાથે દબાણો દુર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલા દબાણકર્તાઓમાં ફફડાટ સાથે દબાણકર્તા જાતે આગળ આવ્યા હતા અને ગ્રામ પંચાયતને લેખિતમાં ૧૦ દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવાની ખાત્રી આપવામાંં આવી છે. દબાણકર્તાઓ દ્વારા દબાણો તોડવા દરમ્યાન આજુબાજુની મિલ્કતને નુકશાન ન થાય તે માટે સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવાની ખાત્રી આપવામાં આવતાં દબાણો દુર કરવાની કામગીરી અટકાવી દેવામા આવી છે. હવે જોવાનું રહ્યું કે દબાણકર્તાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવા માટે લેખિતમાં ખાત્રી આપી છે. તે મુજબ દબાણો હટાવાશે કે પછી માત્ર દબાણો દુર થાય તે માટે ખોટી વાતો કરી ને દબાણોને બચાવવામાં આવ્યા છે.

વેજલપુરમાં દબાણો તોડવાની કામગીરી થાય ત્યારે સ્વૈચ્છિક રીતે દબાણો તોડવાની ખાત્રી આપી દબાણો બચાવોનો કિમિયો

વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દુર કરવા માટે અગાઉ નામદાર હાઈકોર્ટના આદેશ સાથે દબાણો દુર રવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે વેજલપુર સુરેલી રોડ ઉપર આવેલા ગળનાળા ઉપર આવેલ દબાણકર્તાએ દબાણ તોડવાની કામગીરી વખતે ગ્રામ પંચાયતને સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરશે તેવી લેખિતમાં ખાત્રી આપી હતી. ત્યાર બાદ પણ અત્યાર સુધી આ દબાણો દુુર થયેલ નથી. ત્યારે આજરોજ ગ્રામ પંચાયત દ્વારા દબાણો તોડવામાં આવે તે પહેલા લેખિતમાં સ્વૈચ્છિક દબાણો હટાવી લેવાની ખાત્રી આપવામાં આવી છે. તે ખરેખર પોતાના દબાણો દુર ન થાય તે માટે પેતરો કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું રહશે કે ૧૦ દિવસમાં દબાણો સ્વૈચ્છિક રીતે દુર થશે ખરા ?

રિપોર્ટર : નૂરબાલા