કાલોલ તાલુકાની મોટામાં મોટી વેજલપુર ગ્રામ પંચાયત તેમ છતાં ઉર્દુ પ્રાથમિક શાળા તેમજ આખા ગામમાં ભયંકર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા વેજલપુર ગામમાં આવેલી ઉર્દૂ શાળા પાસે ભયંકર ગંદકી ફેલાયેલી દેખાતી હોવા છતાં સાફ સફાઈ ની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જેના કારણે ગામના જાગૃત નાગરિક તેમજ ગ્રામ પંચાયત સભ્ય પતિ દ્વારા અવાર નવાર સોશયલ મીડિયામાં વીડિયો તેમજ ઓડિયો વાયરલ કરી ગ્રામ પંચાયત ઉપર દોષનો ટોપલો ઢોળી રોષ વ્યક્ત કરવામાં આવે છે. જ્યારે આ સ્કૂલમાં 1030 બાળકો અભ્યાસ કરે છે અને આ બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જ્યારે સરકાર દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈની ગ્રાન્ટ અવારનવાર ફાળવતા હોવા છતાં આખા વેજલપુર ગામમાં ભયંકર ગંદકી દેખાય રહી છે. જેથી વેજલપુર ગામમાં સ્વચ્છતા અભિયાનના લિરા લિરા ઉડી રહયા છે અને હાલમાં પણ વેજલપુર ગ્રામ પંચાયતને સ્વચ્છતા અભિયાન અંતર્ગત 2,87,880 ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે અને આ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવે છે, તેવા અનેક સવાલો ઉઠી રહયા છે. બીજી તરફ ઉર્દુ સ્કૂલમાં અભ્યાસ કરવા અંદાજે 1030 બાળકો આવે છે. આ બાળકો મહામુસીબતે શાળામાં પ્રવેશ કરે છે. જેના કારણે બાળકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત સતાવી રહી છે અને આ વિસ્તારમાં સફાઈના અભાવે ગંદકી ફેલાયેલી જોવા મળી રહેલ છે. જેથી વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવું ગ્રામજનો માંગ ઉઠી છે.