વેજલપુર ગ્રામ પંચાયતમાં સામાન્ય સભાનો ફિયાસકો ગ્રામ પંચાયતના મુખ્ય અધિકારી ગેરહાજર રહેતા સામાન્ય સભા રદ

  • વેજલપુર ગ્રામ પંચાયતમાં સામાન્ય સભાનો ફિયાસકો.
  • વેજલપુર ગ્રામ પંચાયત સામે કાર્યવાહી કરવા અધિકારીઓ પાસે સમય નથી.
  • વેજલપુર ગ્રામ પંચાયતના સભ્યનો ફોન રિસીવ કરવાનો તાલુકા વિકાસ અધિકારી પાસે સમય નથી.

વેજલપુર, કાલોલ તાલુકાની મુખ્ય ગણાતી ગ્રામ પંચાયત એટલે વેજલપુર ગ્રામ પંચાયત રોજે રોજ અનેક વિવાદોમાં જેનું મુખ્ય કારણ જીલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી કુંભકર્ણની નિદ્રામાં કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત માં સામાન્ય સભાનો એજન્ડો ફેરવી તા.19/06/2024 ના રોજ સામાન્ય સભા યોજવાની હોવાથી વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો હાજર રહયા હતા અને મુખ્ય અધિકારી એવા તલાટી ક્રમ મંત્રી ગેરહાજર રહેતા ગ્રામ પંચાયત સભ્ય દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને તલાટી ક્રમ મંત્રી ને અવાર નવાર ટેલિફોનિક સંપર્ક કરતા તલાટી ક્રમ મંત્રી દ્વારા સભ્યનો ફોન રિસીવ કરવામાં આવ્યો ન હતો. જેથી તાલુકા વિકાસ અધિકારીને પણ સભ્ય દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી તાલુકા વિકાસ અધિકારીએ પણ ગ્રામ પંચાયત સભ્ય દ્વારા અનેક ફોન કરવા છતાં ફોન રિસીવ કર્યો ન હતો. જેથી તાલુકા વિકાસ અધિકારી એ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાથી સભ્ય ને સંતોષ ન થતા અને સામાન્ય સભાનો ફિયાસકો થતા સામાન્ય સભા રદ કરવામાં આવી હતી. જેથી તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા. તો બીજી તરફ વેજલપુર ગ્રામ પંચાયત માં ગામના આવતા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડે છે.