વેજલપુર ગ્રામ પંચાયતમાં બોગસ દસ્તાવેજો આધારે લગ્નની નોંધણી કરનાર તલાટીની ક્રમ મંત્રીની આગોતરા જામીન અરજી વિસનગર કોર્ટે ફગાવી

વેજલપુર, વેજલપુર ખાતે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ગોહિલ પટેલ રવિન્દ્રસિંહ સામે મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનમાં તલાટી ક્મ મંત્રી અને નોટરી સહિત 6 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હતી. વડનગર તાલુકાના સિંપોર ગામના ખેડૂત દશરથસિંહ તખાજી સોલંકીના મોટા દીકરાની 22 વર્ષ 10 માહની દીકરી તારીખ 5/4/2024 નારોજ ઘરેથી શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ઘરે પરત નહીં આવતા તેમના પોતાની પોત્રીને ગામના મહિરાજસિંહ કીર્તિસિંહ સોલંકી સામે શંકા જતા ફરિયાદ કરી હતી. જેમાં ધરપકડ થી બચવા તલાટી કમ મંત્રી નાસ્તા ફરે છે, તેઓએ મહેસાણાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ વિસનગર કોર્ટે માં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. સરકારી વકીલ દ્વારા કરેલ દલીલોમાં તલાટી કમ મંત્રીની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવે તો સાક્ષીઓ ઉપર દબાણ કરશે સહ આરોપીઓને હાજર થવા દેશે નહી, અને આવી પ્રવૃત્તિઓ અટકશે નહીં સ્ત્રીઓની સલામતી અંગે સરકારે કાયદા બનાવેલ છે. જો આવા ગુનામાં સંડોવાયેલા આરોપીને જામીન મુક્ત કરાય તો આવી પ્રવૃત્તિઓ કરતા ઈસમોને કાયદાનો ડર રહેશે નહીં આરોપીનું નામ પહેલેથી જ ફરિયાદમાં છે. જેઓ નાસ્તા ભાગતા ફરે છે અને તેઓની હાજરી વગર તપાસ આગળ વધી શકે તેમ નથી. જે દલીલો આધારે તલાટી કમ મંત્રીની આગોતરા અરજી આજરોજ સોમવારે કોર્ટે દ્વારા ના મંજૂર કરી છે. છોકરીને ભગાડી જઈ પાલનપુર ખાતે ખોટા દસ્તાવેજો અને સાક્ષી ઊભા કરી ખોટી વિધિ કરાવીને વેજલપુર ખાતે હાજર થયા વગર જ લગ્નની નોંધણી કરાવડાવી હોવાનું એકબીજાના મદદગારીનો ગુનો નોંધાયો હતો અને જે બ્રાહ્મણ પાસે સહી કરાવેલ તે ક્યારેય વેજલપુર ગયો નથી તેમ છતાં પણ લગ્નની નોંધણી કરી દેવાઈ હતી. જેથી મહેસાણા ના વડનગર પોલીસ મથકેવેજલપુર તલાટી ક્રમ મંત્રી સહિત 6 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાય હતી.