- વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી એ બહાર ગામના વ્યક્તિઓની લગ્નની નોંધણી કરવા તમામ નીતિ નિયમો નેવે મૂકી ભ્રષ્ટાચાર કર્યા હોવાની ચર્ચા .
- શહેરા તાલુકાના ભદ્રાલ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી કૌભાંડ માં તલાટીને સસ્પેન્ડ કર્યા ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીને સસ્પેન્ડ કરાશે?
- વેજલપુર ગામના રહીશોને લગ્ન નોંધણી માટે ગ્રામ પંચાયતમાં ધર્મના ધક્કા અને બહાર ગામના માટે લગ્ન નોંધણી માટેની સુવિધા.
- વેજલપુર ગ્રામ પંચાયતમાં પણ તમામ લગ્ન નોંધણી ની તપાસ થાય તો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા
લગ્નની નોંધણી કરવા માટે બહાર ગામના. રહીશો માટે કોઈ નીતિ નિયમ નહિ અધૂરા અને ખોટા ડોક્યુમેન્ટ હોય તો પણ લગ્નની નોંધણી થાય. - વેજલપુર ગ્રામ પંચાયત માં લગ્ન ની નોંધણી કરવા માટે સ્થાનિક ગામ ના રહીશો માટે તમામ ડોક્યુમેન્ટ હોય તો જ લગ્નની નોંધણી થાય .
કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ બહાર ગામના વતનીઓ માટે અને પોતાના ગામના વતની વ્યક્તિઓ માટે અલગ અલગ નિયમો બનાવ્યા હોવાથી ગામના વ્યક્તિઓને કોઈપણ કામ માટે ધર્મના ધક્કા ખાવા પડે છે. જ્યારે બહાર ગામના વ્યક્તિઓ માટે તમામ નીતિ નિયમો નેવે મૂકી લગ્નની નોંધણી કરવામાં આવે છે. બોરસદ તાલુકાના આણંદના પ્રેમી પંખીડાની લગ્નની નોંધણી બાદ હાલોલના વ્યક્તિની લગ્ન નોંધણી કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે અને આવા અનેક બહાર ગામના પ્રેમી પંખીડાઓની લગ્ન નોંધણી કરવામાં આવી છે. જેથી ઉચ્ચકક્ષાના અધિકારીઓ દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતમાં આજદિન સુધી જેટલા પણ લગ્ન નોંધણી થયેલ હોય તે તમામની તપાસ કરવામાં આવે તો બહાર ગામના પ્રેમી પંખીડાઓનું લગ્ન નોંધણી મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે. જેથી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમની રચના કરી વેજલપુર ગ્રામ પંચાયતમાં થયેલ લગ્ન નોંધણી તપાસ કરી તલાટી ક્રમ મંત્રી સામે કાર્યવાહી હાથ ધરે તે જરૂરી બન્યું છે.