વેજલપુર ગ્રામ પંચાયત ખેડા ફળીયામાં આવેલ રબારીવાસમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરતા રબારીના ઘરો આગળ વરસાદી પાણી ભરાયું

વેજલપુર, વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારોમાં આવેલ ખેડા ફળીયામાં આવેલ રબારીવાસ પાસે આવેલ રોડના સાઈડમાં વરસાદી પાણીનો વેજલપુર ગ્રામ પંચાયત યોગ્ય નિકાલ ન કરતા રબારીના ઘરો આગળ સી.સી. રોડ ઉપર થઈ વરસાદી પાણી પ્રવાહ વેહતો થાય છે અને રબારીના ઘરો પાસે વરસાદી પાણીના મીની તળાવની જેમ સંગ્રહ થાય છે. જે અંગે ગયા વર્ષે ચોમાસાની ઋતુની આગલા વર્ષે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા આજ રોજ વરસાદ થતાં રબારી ફળીયાના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી વેજલપુર ગ્રામ પંચાયત વેહલી તકે વરસાદી પાણીનો નિકાલ કરે તે જરૂરી બન્યું છે.