વેજલપુર ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર ના ભરડામાં અનેક વખત ભ્રષ્ટાચાર આચર્યું હોવા છતા કોઈ તપાસ નહિ.

  • વેજલપુર ગ્રામ પંચાયત નું સત્તાનું સિંહાશન કોના હાથ માં અને કોણ કરેછે, રાજ અને કોણ કરે છે કાજ.
  • વેજલપુર ગ્રામ પંચાયતનું રિમોન્ટ કંટ્રોલનું બટન કયા રાજકીય નેતા ના હાથ માં અને કોના કેહવાથી થાય છે કામ અને કાજ.
  • વેજલપુર ગ્રામ પંચાયત ઉપર કયા કયા અધિકારીનો આશીર્વાદ અને કોના કેહવાથી થાય છે એંડવાન્સ કામ અને ભ્રષ્ટાચાર.
  • વેજલપુર ગ્રામ પંચાયતમાં અનેક વખત ભ્રષ્ટાચાર અને કયા રાજકીય નેતાના આશીર્વાદ.

વેજલપુર,પંચમહાલ જીલ્લા માં આવેલ કાલોલ તાલુકાની સ્વંથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત એટલે વેજલપુર ગ્રામ પંચાયત અનેક વખત ભ્રષ્ટાચાર આચર્યું હોવાથી અનેક વખતે વખત વિવાદોમાં રેહતી ગ્રામ પંચાયત છે અને જાણે વેજલપુર ગ્રામ પંચાયતને ભ્રષ્ટાચાર આચરવાની પ્રથા પડી ગઈ હોય તેવું લાગી રહયુ અને આવી ભ્રષ્ટાચારી પંચાયત સામે ઉપલી કચેરીના અધિકારી લાચાર બની ખુલ્લો આશીર્વાદ આપી રહયા હોય તેવું લાગી રહયુ છે. જેના કારણે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. જેના કારણે ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કસર મુકવામાં આવતી નથી. ત્યારે વાત કરીએ તો વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તાર માં આવેલ ખરસાલીયા ગામ તરફ રોડ ઉપર પેટ્રોલ પમ્પ ની સામે આવેલ શિક્ષક સોસાયટીમાં ગટર લાઈન કરવામાં આવી છે તે પણ કોઈ પણ મંજૂરી કોઈ પણ એસટીમેન્ટ વગર કરવામાં આવી છે. તેમાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યું હોય તેવી બુમો ઉઠવા પ્રામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખરસાલીયા ગામ રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ સામે શિક્ષક સોસાયટીમાં હાલ નવીન ગટર લાઇનનું કામ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ જાતની મંજૂરી કે વર્ક ઓડર વગર એંડવાન્સ કરવામાં આવી છે. જેમાં હલ્કી ગુણવત્તા અને નાની પીવીસી પાઈપો નાખવામાં આવી છે. જેથી લોક મુખે એવી ચર્ચા કે એવોતો કેવો વેજલપુર ગ્રામ પંચાયતનો વહીવટ છે કે વેજલપુર ગ્રામ પંચાયત અનેક વખત ભ્રષ્ટાચાર આચરે છે અને ઉપલી અધિકારીઓ તેઓના બિલો કઈ રીતે મંજુર કરે છે. તેવા અનેક સવાલો સેવાઈ રહયા છે. આજ રીતે વેજલપુર ગામના વિવિધ વિસ્તારોમાં હલકી ગુણવત્તા અને નાની પાઈપો નાખીને અનેક વખત ભ્રષ્ટાચાર કરેલ હોવાછતાં કોઈ તપાસ નહિ અને ડાયરેક બિલો મંજુર કરવામાં આવ્યા છે, તો બીજી તરફ ઉપલી કચેરીના અધિકારીઓ ભ્રષ્ટાચાર સામે કોઈ કાર્યવાહી હાથ ધરે તો રાજકીય નેતા ભ્રષ્ટાચારી ઓના પડખે આવી રાજકીય પાવર બતાવી અધિકારીઓને બાણમાં લઈ ભ્રષ્ટાચાર ઉપર પરદો ઢાંકવામાં આવે છે. જેથી ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિઓને ખુલ્લો દોર મળી જાય છે. જેથી હવે જોવાનું એ રહયું કે ઉપલી કચેરીમાં અધિકારીઓ આવા ભ્રષ્ટાચારને ખુલ્લા મેદાનમાં પછાડ શે કે કેમ પછી ટેબલ નીચે વહીવટ કરી ખુલ્લો આશીર્વાદ આપશે તે આવનારો સમયજ બતાવશે.