વેજલપુર ઘૂસર રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સ્કૂલના બાળકોને રાહદારી પાણી માંથી પસાર થવા મજબૂર

કાલોલ તાલુકાના વેજલપુર ગામમા રેહમાનિયા મસ્જિદ નજદીક થી પ્રસાર થતો ઘૂસર રોડ ઉપર વરસાદી પાણીનો નિકાલ માટે સાઈડ માં શોભના ગાંઠિયા સમાન ગટર લાઈન હોવા છતાં વરસાદી પાણી મોટા પ્રમાણમાં ભરાય છે અને વધુ વરસાદ પડે તો રોડ ઉપર જવા આવવાની રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે. કારણ કે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવા ના કારણે અને સાઈડમાં ગટર લાઈન હોવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નથી. જેના કારણે ખાડામાં વધુ વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણીનો નિકાલ ન કરતા સ્કૂલના બાળકો અને રાહદારી ઓને રોજ રોજ તકલીફોનો સામનો કરવો પડે જેના અનેક વખત તો કે ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમ છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેથી વેજલપુર ગામના રહીશો તેમજ આજુબાજુના ગામડાના રહીશો અને બાળકોના દ્વારા વહેલી તકે યોગ્ય નિકાલ થાય તેવી માંગ ઉઠી છે.