વેજલપુર ધુસર રોડ ડુંગરી પાસે જુગાર રમતા પાંચ જુગારીયાને 11 હજાર રોકડ સાથે ઝડપ્યા

વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ધુસર રોડ ડુંગરીમાં આવેલ ખુલ્લા ખેતરમાં જાહેરમાં રમતા જુગારધામ ઉપર રેઈડ કરી પાંચ ઈસમોને 11,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલના વેજલપુરના ધુસર રોડ ડુંગરીમાં આવેલ ખુલ્લા ખેતરમાં જાહેરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઇડ કરી હતી. રેઈડ દરમિયાન દિલીપ વિઠ્ઠલભાઈ પરમાર, અહેઝાનખાન ગફારખાન કાજી, શાંતિલાલ મનાભાઈ પરમાર, ઈલ્યાસ ઈબ્રાહિમ ખુંધા, રોહિત અર્જુનભાઈ બારીયાને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ઈસમોની અંંગઝડતી અને દાવ ઉપર મુકેલ 11,600/-રૂપીયાનો જપ્ત કરી આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.