વેજલપુર ઘુસર રોડ બાળવની ઝાડીમાં કત્તલમાં ગોંધી રાખેલ 5 ગૌવંંશ અને એક કત્તલ કરાયેલ ગૌવંશ મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપ્યો

વેજલપુર,

કાલોલ તાલુકાના વેજલપુરના ધુસર રોડ પાણીની ટાંકી પાસે બાવળની ઝાડીમાં બે ઈસમોએ ગૈાવંંશને ગોંધી રાખીને કત્તલ કરવાની પેરવીમાં હોય તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી ગૌવંશ 5 સહિત કત્તલના સાધનો સહિતના 1,46,450/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામના ધુસર રોડ ઉપર પાણીની ટાંકી પાસે બાવળની ઝાડીમાં વેજલપુરના ત્રણ ઈસમો ફેઝાન ઈમરાન પાડવા, ઈમરાન અબ્દુલ મજીદ પાડવા, નોમન અબ્દુલ સત્તાર ટપ્પ ભેગા મળીને ગૌવંશને કત્તલના ઈરાદે ગોંધી રાખેલ છે અને કત્તલ કરવાની પેરવીમાં છે. તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જીવતા ગૌવંશ નંગ-5 કિંમત 85,000/-રૂપીયા કત્તલ કરેલ ગૌવંશ, કત્તલ કરવાના સાધનો ત્રાજવા, તગારા મળી કુલ 1,46,450/-રૂપીયાન મુદ્દામાલ સાથે ફૈઝાન ઈમરાન પાડવાને ઝડપી પાડવામાં આવ્યો. જ્યારે ઈમરાન અબ્દુલ મજીદ પાડવા, નોમાન અબ્દુલ સત્તાર ટપ્પ નાશી છુટીયા હતા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે પાણી ક્રુરતા નિવારણ અધિનિયમ અંંતર્ગત ફરિયાદ નોંંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.