વેજલપુર ગામે ઝુલેલાલ મંદિર આગળ પ્રભાતસિંહ ચૌહાણે જનસંપર્ક કરી સભાને સંબોધન કરી તમામ મતદારો પાસે મતો માંગ્યા

વેજલપુર,

કાલોલ વિધાનસભાની મત વિસ્તારમાં આવેલ વેજલપુર ગામે પ્રભાતસિંહ ચૌહાણ એ ઝુલેલાલ મંદિર આગળ જન સંપર્ક કરી સભા યોજી હતી અને પ્રભાતસિંહ ચૌહાણનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ ચૂંટણીના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે કાલોલ તાલુકાના વેજલપુર ગામે પ્રભાતસિંહ ચૌહાણે જન સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. આ સભામાં પ્રભાતસિંહએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપની ડબલ એન્જીનની સરકાર નહિ પણ ભ્રષ્ટાચાર કરનારની સરકાર છે અને વધુમાં ડબલ એન્જીનની સરકારમાં મોંઘવારી પણ ખુબજ છે અને વધુમાં પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર તો છેક સૂર્ય ઉગે તે દિશામાં રહે અને વધુમાં એમ કહ્યું હતું કે વિરોધીઓને પણ કહી દેજો પ્રભાત સિંહ જીતેલાજ છે અને વેજલપુર ગ્રામની પ્રજા તો એક સંપ થઈને મત આપે છે, એટલે મારી જીત તો પાક્કી જ છે. તેમ જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોને જણાવેલ કે, હું વેજલપુરની કે.કે.હાઈસ્કુલનો વિદ્યાર્થી છું અને કે.કે.હાઇસ્કુલના ઓરડામાં અભ્યાસ કર્યો છે અને મૂળ વતની બેઢિયા ગામનો છું અને વેજલપુર ગામ સંપેલું છે. તેવું જાહેર સભામાં કહયું હતું. મને બહુ જંગી મતો થી વિજય બનાવવાનો છે. બહુમતી થી મારો વિજય થવાનો છે. તેવા જાહેર સભા સંબોધીને જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ વેજલપુર ગામની રૂપારેલ નદી વિસ્તારમાં આવેલ રોહિતવાસ અને ભોંઈવાડ વિસ્તારના રહીશો દ્વારા ગામમાં ભયંકર ગંદકી અને રૂપારેલ નદી ઉપર દેશ આઝાદ ત્યારથી અત્યાર સુધીમાં એકપણ ઉંચો બ્રિજ બનેલ ન હોવાથી ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા છે. ત્યારે કોઈપણ રાજકીય ઉમેદવાર એ અંગે ભાષણમાં બોલતા ન હોવાથી તેવું લાગી રહયું છે કે, તેઓ માત્ર પોતાના રોટલા શેકી રહયા છે. તેથી હવે જોવું રહ્યું કે, કાલોલ વિધાનસભાની સીટ ઉપર કોંગ્રેસનો પંજો પડશે કે પછી કમળનું ફૂલ ખીલશે કે પછી કેજરીવાલનું જાડું ચાલશે એતો હવે આવનારો સમયજ બતાવશે.