કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ચલાલી ચોકડી સામે સર્વિસ સ્ટેશન પાસે ની દુકાન માં ઘોયરો દેખાતા જીવદયા પ્રેમી તુષાર ભાઈ પટેલ નો ટેલિફોનિક સંપર્ક કરતા તુષાર ભાઈ પટેલ તેમજ તેઓની ટિમ તાત્કાલિક આવી પોહચી હતી અને દુકાન માં ભરાયેલ ઘોયરા ને હાથ વડે પકડી ત્યાં હાજર લોકોના મન માં તેમજ અનેક લોકો ના મન માં વહેમ છે કે ઘોયરો ફૂંક મારે કે કરડે તો માણસ પાણી પણ નથી માંગી શકતો ઘોયરો કરડવાથી એટલું ખરાબ ઝેહરિલો હોય છે જેથી લોકોની ગેરસમજ દૂર કરવા જીવદયા પ્રેમી તુષાર ભાઈ પટેલ દ્વારા જણાવેલ કે ઘોયરો બિન ઝેહરિલો હોય છે તે કોઈ દિવસ કોઈને કરડતો નથી અને કરડે તો તેમાં ઝેહર હોતું નથી લોકો ડર ના કારણે મૃત્યુ પ્રામે છે જેથી જીવદયા પ્રેમી દ્વારા ઘોયરા ને જીવિત હાથ વડે પકડી લોકો ની ગેરસમજ દૂર કરી હતી અને દુકાન માંથી પકડેલ ઘોયરા ને પ્લાસ્ટિક ના ડબ્બા માં લયજય જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો બીજી તરફ જવાહર નવોદય વિદ્યલય ખાતે થી કોબ્રા સાપ નું રેસ્ક્યુ કરી તેને પણ જીવિત પકડી જંગલ વિસ્તારમાં હેમ ખેમ છોડી મુકવામાં આવ્યો હતો અને જીવદયા પ્રેમી તુષાર ભાઈ પટેલ દ્વારા દરેક જીવો નો જીવ બચાવી પ્રશંસિય કામગીરી કરવામાં આવે છે