કાલોલ, કાલોલ તાલુકાના વેજલપુર ગામૅે રહેતા ફરિયાદીના કાકાએ આરોપીને બજાજ ફાયનાન્સમમાંથી લોન કરી મોબાઈલ ફોન અપાવેલ હતો. જેના હપ્તાની માંગણી કરતા આરોપીઓએ ગાળી બોલી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા આરીફભાઈ કાદીરભાઈ ગલ્લાએ આરોપી નાસીર રસુલ મદારીને બજાજ ફાયનાન્સમાંથી લોન ઉપર મોબાઈલ અપાવ્યો હતો. જેના હપ્તાના પૈસાની માંગણી કરી હતી ત્યારે ગાળો આપી તુ અહિં કેમ આવ્યો તેમ કહી ઝપાઝપી કરી હતી દરમિયાન અન્ય આરોપી રસુલ ઈસ્માઈલ મદારી, રૂકસાના રસુલ મદારી, મુસ્તુફા ઈસ્માઈલ ભુરા ઉર્ફે હોટલવાળા દોડી આવ્યા હતા અને ભેગા થઈ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.