વેજલપુર,કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ રામજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ શ્રીરામ જન્મની રામનવમીની શોભાયાત્રા નીકળી હતી અને યાત્રા કાછીયાવાડ થઈ ગ્રામ પંચાયત થઈ મેન બજાર માંથી પસાર થઈને રામજી મંદિરે પહોંચી હતી. આ રામનવમીની શોભાયાત્રામાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને વેજલપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ તેમજ હાલ ડેપ્યુટી સરપંચ મોનાલીબેન તેમજ જયપ્રકાશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ તેમજ બજરંગદળના પ્રમુખ અંકિતભાઈ શાહ, પીનાકિનભાઈ પટેલ અને બજરંગદળના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.