વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ભોઈવાડામાં રહેતા ફરિયાદી શાકભાજી લેવા જતા હોય ત્યારે આરોપીના ધર આગળથી નિકળતા હોય ત્યારે મારી બેનના ધરે રસીકરપુ કેમ ગયેલ તેમ કહી જાતિ અપમાનિત કરી તમારી છોકરીઓને અમારે રાખવાની છે. આ છોકરીના લગ્ન મારા ભાઈ સાથે કરાવી દે તેમ ઉશ્કેરાઈ જઈ ઈંટ કપાળમાં મારી ઇજાઓ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલના વેજલપુર ભોઈવાડામાં રહેતા કૌશિકભાઈ તીકમભાઈ પરમાર શાકભાજી લેવા માટે આરોપી ટીકુભાઈ ભાથીભાઈ બારોટના ધર આગળથી નિકળતા હોય ત્યારે આરોપીએ ગાળો આપી તમે લોકો મારી બહેનને ધરે રસિકપુર કેમ ગયેલ તેમ કહી જાતિ અપમાનિત કરી. આ છોકરી મીનાબેન સોલંકીનું લગ્ન અર્પિત સાથે કોઈપણ રીતે કરાવી દેશો જો શોધવાની કોશિષ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ઉશ્કેરાઈ જઈ ટીકુભાઈ બારોટ ઈંટ લઈ કપાળમાં મારી ઈજાઓ પહોંચાડી ગુન્હો કરતાં આ બાબતે વેજલપુર પોલસી મથકે ટીકુંંભાઈ બારોટ, લાલાભાઈ બારોટ વિરૂદ્ધ ફરિયાદ નોંંધાવા પામી છે.