વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે છેલ્લા ઘણા સમયથી એક કપિરાજે આખા ગામમાં આતંક મચાવીને અનેક લોકોને ભયંકર રીતે ઘાયલ કરી લોહી લુહાણ કરી દીધા છે ત્યારે ફરી કુમાર શાળામાં ધોરણ છ માં અભિયાસ કરતો વિદ્યાર્થી શાળાના લંચ સમયે શાળા કમ્પાઉન્ડમાંજ હતો તે સમયે અચાનક કપિરાજએ હુમલો કરી લોહી લુહાણ કરી દેતા શાળાના આચાર્ય દ્વારા તેઓના વાલીને જાણ કરી તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડી આચાર્ય હાજર રહી વિદ્યાર્થીની સારવાર કરાવી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યો હતો ત્યારે વેજલપુર ગામમાં આતંક મચાવનાર કપીરાજને પકડવા માટે ફોરેસ્ટ વન વિભાગની ટીમ દ્વારા આતંક બનેલ કપિરાજને પકડવા માટે કોઈ પ્રયત્નો હાથ ધરવામાં ન આવતા વેજલપુર ફોરેસ્ટ વન વિભાગની ટીમ ઉપર અનેક સવાલો ઉઠી રહયા છે જેના કારણે કપીરાજને પકડવામાં આવતો નથી જ્યારે આગાઉ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા આ કપીરાજને પકડવામાત્ર દેખાવ પૂરતી કામગીરી બતાવા માટે એકજ દિવસ કપીરાજને પકડવા માટે પાંજરૂ મૂકીને સંતોષ માણ્યો હતો જેથી વેહલી તકે આંતક બનેલ કપિરાજને પકડવામાં આવે જેથી ફરી કોઈ નિર્દોષ વ્યક્તિ ઉપર હુમલા ન થાય અને નિર્દોષ લોકો હુમલાઓ થી બચી શકે અને ગામ જનો રાહતનો શ્વાસ લય શકે તેવી લોક માંગ ઉઠી છે.