વેજલપુર ગામના ગૌવંશ અને પોલીસ ઉપર હુમલાના આરોપીને પાસા હેઠળ પલારા જેલમાં મોકલાયો

ગોધરા,વેજલપુર પોલીસે વેજલપુર ટાઉન ઉર્દૂ સ્કૂલની બાજુમાં રહેતા ગૌવંશ નાં તથા પોલીસ ઉપર હુમલાના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીની પાસાધારા હેઠળ અટકાયત કરી પલારા ખાસ જેલ કચ્છ ભૂજ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

વેજલપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા વેજલપુર ટાઉન ઉર્દૂ સ્કૂલની બાજુમાં રહેતા સલીમ ઉર્ફે સલીયો સિદિક ટપ ની વિરૂદ્ધમાં પંચમહાલ જીલ્લાના વેજલપુર પોલીસ મથક તેમજ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે દાખલ થયેલા પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પોલીસ ઉપર હુમલાના ગુન્હાના આધારે પાસા ધારા હેઠળ દરખાસ્ત તૈયાર કરી પંચમહાલ જીલ્લા મેજીસ્ટ્રેટ ને મોકલી આપતા પાસા દરખાસ્ત મંજૂર થયેલ હોય અને જેમાં તેની પાસા ધારા હેઠળ ધરપકડ કરી પલારા ખાસ કચ્છ ભુજ જેલ ખાતે મોકલી આપવાનો હુકમ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવ્યો હતો. જે હુકમનું પાલન કરતા પોલીસે ઉપરોક્ત ઇસમને ઝડપી પાડી કચ્છ ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

Don`t copy text!