વેજલપુર-ચલાલી અને સીમલીયાને જોડતો મુખ્ય માર્ગ બન્યો બિસ્માર: મરામત ક્યારે થશે ?

  • વેજલપુર થી ચલાલી વચ્ચેનો અંતર 10 કિમી છે, પરંતુ રસ્તાઓમાં પડેલ મસમોટા ખાડાઓના કારણે આ 10 કિમી અંતર કાપવા માટે 1 કલ્લાક જેટલો સમય લાગે છે.
  • વાહન ચલાવતી વેળા કમરના દર્દીઓ માટે પણ પીડા વધારી રહ્યા છે.
  • અકસ્માતની ઘટના બનતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયેલ છે.
  • તંત્ર જાણે કે ઘોર નિદ્રામાં હોય તેમ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ બેઠી હોય તેવી સ્થિતિ.

વેજલપુર, ભારે તથા હળવા વાહનોથી રાત-દિવસ ધમધમતો વેજલપુરથી ચલાલી, કરોલી, રીંછીયા સહિત 20 થી 25 ગામને અને ચાર તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી ઉબડખાબડ બનીને મસમોટા ખાડા સર્જાતા ચોમાસામાંં પાણી ભરાઈ રહેતા લોકોને તથા વાહન ચાલકોને પસાર થવું ભારે દુષ્કર બન્યું છે. ચોમાસા પૂર્વે મરામત કરવા અંગે અનેક રજુઆત કરવા છતાં આજદિન સુધી કોઈ પરિણામ નહીં આવતા સ્થિતી વધુ કપરી બનતા લોકોમાંં ભારે રોષ વ્યાપી રહ્યો છે. જોકે, વેજલપુર થી ચલાલી વચ્ચેનો અંતર 10 કિમી છે, પરંતુ રસ્તાઓમાં પડેલ મસમોટા ખાડાઓના કારણે આ 10 કિમી અંતર કાપવા માટે 1 કલ્લાક જેટલો સમય લાગે છે.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર થી ચલાલી જતો મુખ્ય માર્ગ બિસ્માર બન્યો છે, વેપારી મથક વેજલપુર થી ચલાલી, કરોલી, રીંછીયા સહિત 20 થી 25 ગામને અને ચાર તાલુકાને જોડતો મુખ્ય માર્ગ છે, જેના પરથી રાત-દિવસ મોટી સંખ્યામાં ભારે તથા હળવા વાહનો પસાર થતાં મુખ્ય માર્ગ ગણવામાંં આવે છે. ખાસ કરીને નજીકમાં આવેલ ગોમા નદી માંથી રેતી ઉલેચવા માટે વાહનોની સતત અવરજવર રહે છે. ભારે વાહનો હોવાના કારણે ગણતરીના દિવસોમાં જ રોડની સામગ્રી તૂટફુટ થવાની સાથે ધીરેધીરે મસમોટા ખાડા સર્જાતા રહે છે. ચોમાસા પૂર્વે દયનિય હાલત બનતા રસ્તાની મરામત કરવા અંગે જીલ્લા તંત્રને ધ્યાન દોરીને ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ મરામત કરવામાં નહીં આવતાં આ રસ્તો ચોમાસામાં ભારે બિસ્માર બન્યો છે. ઠેરઠેર ઢીંચણ સમા ખાડાઓ સર્જાતા પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને રસ્તાનો અંદાજ નહીં આવતાંં વાહનોને નુકશાન પહોંચવાની સાથે નજીકના ખેતરોમાં વાહનો ધુસી જવાના અકસ્માતના બનાવો બની રહ્યા છે. ખાસ કરીને કાદવ-કીચડ સર્જાતા દ્વિચક્રી વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

રસ્તાઓ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે આ માર્ગ પર રોજના હજારોની સંખ્યામાં પસાર થતા નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તે સાથે જ આ ખખડધજ રસ્તાના કારણે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં દર્દીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ખખડધજ માર્ગ થવાના કારણે આરોગ્યને લગતા વાહનો સમયસર નહિ આવતા દર્દીઓને સમયસર સારવાર મળતી ન હોવાના કારણે કેટલાક દર્દીઓનો મૃત્યુ થયા છે અને રોજેરોજ અવર જવર કરતો વર્ગ પણ આ ખાડાઓ થી હેરાન પરેશાન છે. ત્યારે આ મુખ્ય માર્ગ પર પડેલ ખાડાઓમાં પૂરણ કરી મરામત કરવામાં આવે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરથી ચલાલી, કરોલી અને સીમલીયા ગામને જોડતો માર્ગ ખખડધજ બન્યો છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ પડતા માર્ગનો નવીનીકરણ કરવામાં આવે તેવી માટે માંગ ઉઠી છે. હાલ ચોમાસાની ઋતુમાં માર્ગ ઉપર પડેલા જોખમી ખાડામાં પાણી ભરાઈ જતા આ મુખ્ય માર્ગ પરથી અવર જવર કરતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે, તેમજ વરસાદી પાણી માર્ગ પડેલ મસમોટા ખાડામાં ભરાઈ જતા ખાડા દેખાતા નથી. જેના કારણે નાના મોટા વાહનો ખાડામાં ખાબકતાં અકસ્માતો સર્જાય છે અને વાહનોને બહુ મોટા પાયે નુકશાન પણ થઈ રહ્યું છે, તેમજ આ મુખ્ય માર્ગના ખાડાઓ પ્રસૂતા માટે જોખમી બન્યા છે. તો કમરના દર્દીઓ માટે પણ પીડા વધારી રહ્યા છે. આ ખખડધજ બિસ્માર રસ્તાના કારણે ગ્રામજનો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

વેજલપુર થી ચલાલી, કારોલી સહિત 20 થી 25 ગામને અને 4 તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ ખખડધજ બનતાં લોકો રાહદારીઓ માટે મોત બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાયેલ છે. આ મુખ્ય માર્ગ પરથી રોજેરોજ હજારો રાહદારીઓ અવર જવર કરતા હોય છે. વેજલપુર, ચલાલી, સીમલીયા ગામને જોડતો આ માર્ગ બિસ્માર બની જતા આ માર્ગ ઉપર આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો કે જેનો મુખ્ય વ્યવહાર વેજલપુર અને સીમાલિયા સાથે છે, તેઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે ગ્રામજનોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓનો લાભ ઝડપી મળતો નથી. તો કેટલાક દર્દીઓને સમયસર સારવાર નહિ મળતા રસ્તામાં જ મોત નીપજ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વેજપુરથી ચલાલી વચ્ચેનો અંતર 10 કિમી છે, પરંતુ રસ્તાઓમાં પડેલ મસમોટા ખાડાઓના કારણે આ 10 કિમી અંતર કાપવા માટે 1 કલ્લાક જેટલો સમય લાગે છે. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચલાલી ગામના ગ્રામજનોનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નેતાઓ માત્ર ચૂંટણીઓમાં પ્રચાર પ્રસાર કરવા માટે આવતા હોય છે, પછી કોઈ આવતું નથી. ત્યારે ગામના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ હોય કે મજૂર વર્ગને અવર જવર કરવા તેમજ નાના મોટા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ રસ્તામાં પડેલા ખાડામાં નાના મોટા અકસ્માત સર્જાતા ઇજા પણ થયેલ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે તંત્ર જાણે કે ઘોર નિદ્રામાં હોય તેમ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ બેઠી હોય તેમ આ સ્થિતિમાં રસ્તાની હાલત દયનિય બની જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

વેજલપુર થી ચલાલી કરોલી સહિત ચાર તાલુકાને જોડતો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં હોય જેના કારણે વાહન ચાલકોના વાહનો પસાર થતી વખતે આ બિસ્માર રસ્તાના ખાડામાં ખૂંપી જતા હોય છે કે અકસ્માતની ઘટના બનતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયેલ હોય આ રસ્તાને રીપેર કરવા સ્થાનિક ગ્રામનોએ સંબધિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી અને સ્થાનિય ધારાસભ્યને અનેકવાર રજુઆત કરવા છતાં તંત્રના બેહરા કાને પ્રજાની વેદના સંભાળતી ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આજદિન સુધી રસ્તા પર પડેલ ખાડાની મરામત કરવામાં આવી નથી કે, સંબધિત તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવી ન હોવાના કારણે આ ખાડાઓમાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સમગ્ર મામલે ગ્રામજનો આક્રોશ ફાટી નીકળ્યો છે અને માર્ગનું નવિનીકરણ કરવામાં આવે તેવું વાહનચાલકો અને ચલાલી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. જો વેહલી તકે રસ્તાનું સમારકામ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉચ્ચકક્ષાએ રજુઆત કરી આંદોલન પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી….

આ રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો અને ચલાલીના ગ્રામજનો કરી રહ્યા છે અને વહેલી તકે રસ્તો બનાવમાં નહિ આવે કે મરામત કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિક લોકો ઉચ્ચારી રહ્યા છે.

આ રસ્તો થોડાક સમયમાં જ તૂટી ગયો….

વેજલપુર થી ચલાલી સીમલીયા ગામને જોડતો આ ડામર રસ્તો કરોડો રૂપિયાના ખર્ચે પહોળો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રસ્તો થોડાક સમયમાં જ તૂટી ગયો હતો. ત્યારબાદ તેને સમયાંતરે હલકી ગુણવત્ત વાળું મટીરીયલ વાપરીને રીપેરીંગ કરીને લીપાપોથી કરીને છોડી દેવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે સંબધિત તંત્રને રજુઆત કરવામાં આવતા આજદિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે.