વેજલપુર આરોગ્ય કેન્દ્રમાં તાલુકા પંચાયત સદસ્યની 20% ગ્રાન્ટ માંથી બનેલ શેડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર

વેજલપુર, વેજલપુર આરોગ્ય કેન્દ્રમાં તાલુકા પંચાયત સદસ્યની 20% ગ્રાન્ટ માંથી બનાવેલ શેડમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાની બુમ કાલોલ તાલુકાના વેજલપુર તાલુકા પંચાયત સદસ્યની 20% ગ્રાન્ટ માંથી આરોગ્ય કેન્દ્ર વેજલપુર ખાતે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા શેડ બનાવવામાં આવેલ જેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારની બુમ ઉઠી છે. જેથી સ્થળ ઉપર થયેલ કામની તપાસ કરતા એક સાઈડ ના પતરા શેડ ઉપર લાગેલ દેખાયા ન હતા જેથી તાલુકા પંચાયત સભ્ય નો સંપર્ક કરતા જણાવેલ કે મારી 20% ગ્રાન્ટ માંથી શેડ બનાવેલ છે મને ખબર નથી કે કેટલા પતરા લગાવેલ છે અને કેટલા બાકી છે અને કામ પૂર્ણ થયા પછી અમારી કોઈ સહી કે કામ પૂર્ણ થયા ની અમને જાણ કરવામાં આવતી નથી.

જેથી મને આની વિશેષ ખબર નથી. જેથી વેજલપુર આરોગ્ય વિભાગ માં તપાસ કરતા જણાવેલ કે અધુરો શેડ બનાવેલ છે અને બાકીના પતરા આજદિન સુધી લગાવેલ નથી આરોગ્ય માં છૂટા પડેલ પતરા થોડા સમય પહેલા વેજલપુર ગ્રામ પંચાયત માંથી પતરા લેવા આવ્યો છુ કોઈ ધનાભાઈ નામનો વ્યક્તિ આવી પંચાયત એ પતરા લેવા મોકલેલ છે, તેમ કહી પતરા લય જવામાં આવ્યા હતા. તેવું જણાવ્યું હતું જેથી કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે એસઓને રૂબરૂ સંપર્ક કરી વેજલપુર આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા પંચાયત સભ્યની 20% ગ્રાન્ટ માંથી બનાવેલ છે જેથી શેડ વિશે વિશેષ વિગત ની જાણકારી માંગતા એસ ઓ દ્વારા મૌખિક જણાવેલ કે શેડ પુરે પૂરો બનાવેલ છે અને મે જાતે નિરક્ષણ કરી ગ્રાન્ટના બીલો મંજુર કરેલ છે.

જેથી વેજલપુર ગ્રામ પંચાયત તલાટી ક્રમ મંત્રી નો ટેલિફોનિક સંપર્ક કરતા તલાટી ક્રમ મંત્રી એ જણાવેલ કે આરોગ્ય કેન્દ્રમાં ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત સભ્યની 20% ગ્રાન્ટ માંથી શેડ બનાવેલ છે અને ગ્રામ પંચાયત એ શેડ બનાવી દીધા પછી તેને સાચવવાની જવાબદારી આરોગ્ય કેન્દ્રની છે અને ગ્રામ પંચાયતના નામે કોઈ વ્યક્તિ પતરા લેવા આવેલ તો આરોગ્ય વિભાગ ના જવાબદાર વ્યક્તિ દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી ક્રમ મંત્રીને જાણ કરેલ નથી. તેવું જણાવેલ છે. જેથી તાલુકા પંચાયત સભ્યની 20% ગ્રાન્ટ માં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું નરી આંખે દેખાય રહયું છે અને તમામના નિવેદન લેતા તમામે અલગ અલગ નિવેદન આપી પોતાની નૈતિક જવાદરી થી હાથ અધ્ધર કરેલ છે. જેથી તાલુકા પંચાયત સભ્યની 20% ગ્રાન્ટ માંથી બનેલ શેડમાં પતરા ગાયબ કે પછી નાખ્યા નથી. તેવા અનેક સવાલો ઉઠયા છે. જેથી તેની તપાસ થાય તે જરૂરી બન્યું છે.