- વેજલપુર ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારના ભરડામાં અનેક વખત ભ્રષ્ટાચારના આરોપ તેમ છતાં ઉપલા અધિકારીઓને કોણ લગાવે છે… લગામ તે તપાસનો વિષય…?
- વેજલપુર ગ્રામ પંચાયત અનેક વખત ભ્રષ્ટાચાર આચરાયુ છે, તેમ છતાં કોઈ તપાસ નહિ આવા ભ્રષ્ટાચારીઓને કોના આશીર્વાદ કેમ થતી નથી તપાસ.
- વેજલપુર ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારની તપાસ આવે તે પહેલાં કોણ રોકે છે અને આવા ભ્રષ્ટાચારીઓને કોણ છાવરે છે. તે તપાસનો વિષય.
- વેજલપુર ગ્રામ પંચાયતની ભ્રષ્ટાચારની તપાસ કોઈ ઈમાનદાર અધિકારી પોતાની જવાબદારી સમજી રાજકીયઓની બાનમાં આવ્યા વગર તપાસ કરશે ખરા…?
- વેજલપુર ગ્રામ પંચાયતની ભ્રષ્ટાચારની તપાસ ખુબજ જરૂરી. કોણ કરેછે ,વહીવટ અને કોણ કરે છે રાજ…
વેજલપુર,
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન યોજના હેઠળ અગાઉ રૂા. 6,45,000/- અને ત્યાર બાદ રૂા. 2,87,880/- ઉચાપત થયાની તાલુકા પંચાયત સભ્ય અને ગ્રામજનોનો આક્ષેપ જેને લઈ તાલુકા પંચાયત સભ્ય સલીમભાઈ કડિયા અને ગામના જાગૃત રહીશો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું અને જણાવેલ કે, અગાઉની સ્વચ્છતાની ગ્રાન્ટોમાં ઉચાપત થયેલ છે અને હાલ તાજેતરમાં મહાત્મા ગાંધી સ્વચ્છતાની ગ્રાન્ટ 1,91,920/- આવેલ છે. જેથી એ ગ્રાન્ટ માંથી વેજલપુર ગામની મધ્યમમાં આવેલ રૂપારેલ નદીની સફાઈ કરવામાં આવે અને તાલુકા પંચાયત કચેરીની દેખરેખ હેઠળ અથવા તા.13/6/2022ના હુકમ જા.નં.તા.પંચાયત વશી 1072-1143 ની શરત નં. 14 મુજબ સ્વસહાય જૂથ વિવેકાનંદ યુવક મંડળ અથવા સખી મંડળ દ્વારા આઉટસોર્સ થી સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને અગાઉની ગ્રાન્ટોની તપાસની માંગ કરવામાં આવી છે.
વેજલપુર ગામની રૂપારેલ નદીની સફાઈ કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કારણ કે, વેજલપુર ગામની રૂપા રેલ નદીની ભયંકર ગંદકીને લઈ ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે અને દેશ આઝાદ થયાને વર્ષો વીતી ગયા હજુ સુધી રૂપારેલ નદી ઉપર એક પણ ઉંચો બ્રિજ આજદિન સુધી બનાવવામાં આવેલ નથી. જેથી રૂપારેલ નદી ઉપર ઉંચા બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી છે. જેથી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને બાળકોને ચોમાસાની ઋતુમાં ભયંકર ગંદકી માંથી પ્રસાર થવું પડે છે, જેથી તાલુકા પંચાયતના સભ્ય સલીમભાઈ કડિયાને સાથે રાખી ગ્રામજનોએ તાલુકા પંચાયતના સભ્ય લેટરપેડ ઉપર જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર સાથે લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું અને સાથે સ્વચ્છતાની કુલ કેટલી ગ્રાન્ટ આવી છે અને કઈ શરતને આધીન ગ્રાન્ટ વાપરવાની છે, તે પણ શરતોની કોપી આપીને રજુઆત કરી છે અને અગાઉની ગ્રાન્ટો શરતોને આધીન વાપરી છે. તેની પણ તપાસની માંગ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ સરકાર દ્વારા ગામની વસ્તી મુજબ દરેક ગ્રામ પંચાયતને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયત સરપંચ અને જવાબદાર તલાટી જાડી ચામડીના બની બેઠેલા પોતાના ખિસ્સા ભરે છે. જેના કારણે વેજલપુર ગ્રામજનોને ભયંકર ગંદકીનો સામનો કરવો પડે છે. ભયંકર ગંદકીને લઈ થોડા દિવસો પહેલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છતાં કોઈ પરિણામ નહિ ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક વખત આવેદનપત્ર આપ્યું હોવા છતા વેજલપુર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી ક્રમ મંત્રીનું પેટનું પાણી હાલતું નથી. જેથી તાલુકા પંચાયતના સભ્ય સલીમભાઈ કઠિયા અને ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર સહિત આવેદનપત્ર પાઠવ્યું. જેથી હવે જોવાનુંએ રહયું કે, જિલ્લા વિકાસ અધિકારી તપાસના આદેશ આપી તમામ ગ્રાન્ટોની તપાસ કરાવશે ખરાં કે પછી રાજકીયઓની બાનમાં આવી દેખાવ પૂરતી કાગળ ઉપર કામગીરી સમેટી દેવામાં આવશે તે જોવું રહયું.