લુણાવાડા,
મહિસાગર જીલ્લાના વીરપુર તાલુકાની સગીરાના અપહરણ યૌનશોષણ કરવાના ઈરાદે ભગાડી જવાના કિસ્સાની વિરપુર પોલીસ મથકે પોસ્કો હેઠળ ધારડાના આરોપી વિરૂદ્ધ થયેલ ફરિયાદ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી.
વીરપુર તાલુકાના ધારડા ગામના આરોપી પ્રવિણ પસુરભાઈ પગીએ 2021માં વીરપુર તાલુકાનાી સગીરાની લલચાવી યૌનશોષણના ઈરાદે અપહરણ કરી ગુન્હો કરેલ હોય જેની ફરિયાદ વીરપુર પોલીસ મથકે નોંધાઈ હતી. જે કેસ મહિસાગર એડીશનલ સેશન્સ જજ સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પેે.પોકસો જજ મમતાબેન એમ.પટેલ એ ગુન્હો અટકાવવા માટે દાખલો બેસે તે માટે આરોપી પ્રવિણ પગીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કરવા આવ્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંંડળ મહિસાગરને 4 લાખનું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો.