વીરપુર, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો સંગઠન સત્યાપન “યુવા જોડો અભિયાન” અંતર્ગત મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં વિસ્તારક તરીકે ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના કરોબારી સભ્ય નટુભાઈ પરમાર, મહીસાગર જિલ્લા યુવાજોડો અભિયાનના પ્રભારી ડો. અશોકભાઈ એમ શ્રોફ, મહીસાગર જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ મનહરભાઈ વણકર, તાલુકા એસ.સી.મોરચાના પ્રમુખ કલ્પેશભાઈ પંડ્યા, મહામંત્રી જશુભાઇ વણકર, ઉપપ્રમુખ સંજય સુતરિયા, જિલ્લા સોશ્યલ મીડિયાના સહ સંયોજક સચિન માળી તથા કારોબારી સભ્યો તથા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી વીરપુર તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંકલન કરી સરલ એપ, નમો એપ તથા યુવા જોડો અભિયાનની તથા સોશિયલ મીડિયા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી.