વિરપુરના માલપુરના કેમિકલ કાંડમાં પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

વિરપુર,

મહિસાગર અને અરવલ્લી જિલ્લાના છેવાડે આવેલ વિરપુર તાલુકાના ચીખલી જોજાના તળાવમાં કોઈ અજાણ્યા વાહન દ્વારા રાત્રિના સમયે ઝેરી કેમિકલ છોડવાની ધટના અગાઉ ત્રણથી ચાર વખત બનતા ગ્રામજનો દ્વારા આ કૃત્ય કરનારને પકડી પોલીસને હવાલે કરવાનુ નકકી થયેલ જે સંદર્ભે ટેન્કર આવતા ટેન્કરનુ ઝેરી કેમિકલને તળાવમાં છોડવાની શરૂઆત કરતા ગ્રામજનોએ ટેન્કરનો ધેરાવ કર્યો હતો. ટેન્કર ચાલક સાથે આવેલ અન્ય વ્યકિત બંનેને ટેન્કર આગળ ઉભા રાખી લોકોના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ ચાલુ કરી પુછપરછ કરતા ટેન્કર સાથે આવેલ વ્યકિત માલપુર પોલીસમાં ફરજ નિભાવનાર ભુપેન્ન્સિંહ ખાંટ હોવાનુ બહાર આવ્યુ હતુ. સોશિલય મીડિયામાં આ પોલીસ કર્મીના કૃત્યને વખોડી કાઢ્યુ હતુ. ફિટકારની નજરે જોવા લાગ્યા હતા. આખરે અરવલ્લીના પોલીસવડાએ તેને આવા લોકહિતની જગ્યાએ લોકોને હાનિ થાય અને ગેરકાયદે કાર્યમાં સહભાગી થવાનો વીડિયો મળતા કોન્સ્ટેબલને નોકરી પરથી સસ્પેન્ડ કરી પોલીસ પરનો લોકોને જ ભરોસો છે તે કાયમ રાખ્યો હતો. પોલીસના આવા નિર્ણયથી અરવલ્લી અને મહિસાગરના લોકોએ અરવલ્લીના પોલીસ વડાના આ કાર્યને બિરદાવ્યુ હતુ. આમ આ ઝેરી કેમિકલ તળાવમાં છોડી જમીન સાથે પાણીને લઈ પશુ-પક્ષીની સાથે માનવ જીવન સાથે ખીલવાડ કરનારને સજા થાય તેવી માંગ કરાઈ છે.