વીરપુર,લીમરવાડા રામાવત ફળીયાની આંગણવાડીમોં કુપોષિત ભૂલકાઓને બાલભોગની કિટ ના મળવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે સ્થાનિકોનો આંગણવાડી સંચાલક અને સેવિકા પર બાલભોગ ચાંઉ કરી જવાનો સીધો ઉગ્ર આક્ષેપ છેકે, નિર્દોષ કુપોષિત ભૂલકાઓની શું ભૂલ કે બાલભોગના લાભથી વંચિત રહી ગયા છે. ત્યારે M.M.Y. યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાઓને ચણા તેલ જેવી કિટ ઓફલાઇન આપવામાં આવે છે. જે અભણ અને અજ્ઞાન લભાર્થીઓને પણ કિટ થી વંચિત કેમ?? આંગણવાડી સેવિકાને માતા યશોદાનું રૂપક આપવામાં આવ્યું છે. ત્યારે આ માતા યશોદા નિર્દોષ નટખટ ક્ધહેંયાના મુખ માંથી કિટ છીનવી રહ્યા છે. તેવા સ્થાનિકો અને વાલીઓ દ્વારા આક્ષેપો કરવામો આવી રહ્યા છે. આંગણવાડીનું મકાન સુવ્યવસ્થિત હોવા છતાં પણ અનાજની કિટો સંચાલકના ઘરે ઉતારી સગેવગે કરવાનું પણ ષડયંત્ર હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તેમજ મેનુ પ્રમાણે રસોઈ પણ બનાવવામો આવતી નથી. તેમજ દસ થી પણ ઓછા બાળકોની જગ્યાએ વધુ બાળકોનું ખોટું હાજરી રજીસ્ટર નિભાવવામાં આવે છે અને તે પણ ઘરે બેઠા હાજરી પુરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રથી 500 મીટર દૂર સેવિકાનું રહેણાંક હોય, તેમજ વાલીઓ બાલભોગ લેવા જાય તો ચોર કોટવાલને દંડે તેમ ખોટા કેસ કરવાની પણ ધમકીઓ આપવામાં આવે છે. તેમજ ગોડાઉન મેનેજર પૂરતો જથ્થો આપેલ છે તેવું જણાવે છે. મામલતદાર પણ પૂરતો જથ્થો ફાળવેલ હોવાનું જણાવેલ તો હાલ બંધ સ્ટોક નથી. સંચાલક ઘરેથી ચોખા લાવીને કેન્દ્રની નિભાવણી કરવાનું રટણ કરે છે તો આ જથ્થો સંચાલક ખાયકી કરી ગયા કે પછી સસ્તા અનાજના દુકાનદારો એ એક મોટો સવાલ છે.
આજરોજ મીડિયાની ટીમે મુલાકાત કરતા દસ દિવસ બાદ અનાજનો જથ્થો અને અનાજ મૂકવાના પાઇપ આંગણવાડી ખાતે લાવી દેવામાં આવ્યાનું સામે આવ્યું.
બોક્સ….
આંગણવાડી મદદનીશ…..આંગણવાડી મદદનીશ ચેતના બહેનનું કહેવું છે કે આવતો સ્ટોક કાર્યકરના ઘરે ઉતારવામાં આવે છે અને આજે સવારે જ ચોખા અને અનાજના પીપ તેલના ડબ્બા લાવી મુકિ દેવાયું છે અને આ બાબતે લોકોને સાચી વાત કરતા શારદાબેન દ્વારા મને ધમકી આપવામાં આવે છે.