વિરપુર,મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ઝેરી કોબ્રા સાપ નીકળવાનુ પ્રમાણ વધી રહ્યુ છે. ઝેરી કોબ્રા સાપ રહેણાંક વિસ્તારોમાં જોવા મળતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
વિરપુરના કુંભરવાડી ગામે રહેતા મોૈલિકભાઈ પટેલના મકાનના પાછળના ભાગે સાપ જોવા મળતા પરિવારના સભ્યો ગભરાઈને બહાર દોડી ગયા હતા. જે અંગે વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટીમને જાણ કરાતા ટીમના સભ્યોએ ધટના સ્થળે પહોંચી જઈ ભારે જહેમત બાદ સાપનુ રેસ્કયુ કર્યુ હતુ. સંસ્થાના સભ્યના જણાવ્યા મુજબ આ એક ખુબ ઝેરી પ્રજાતિનો પે્રક્ટિકલ કોબ્રા સાપ હતો. જેને દેશી ભાષામાં નાગ પણ કહેવાય છે. આ સાપને રહેણાંક વિસ્તારથી દુર સુરક્ષિત સ્થળે છોડી દેવામાં હતો.