વિરપુરના કદમખંડી ખાતે ફાગના કાર્યક્રમમાં ભમરાઓના ડંંખથી 40 લોકો ઈજાગ્રસ્ત થયા

વિરપુર,

વિરપુર ખાતે આવેલી કદમખંડી ખાતે ફાગનો કાર્યક્રમ દરમ્યાન ભમરાઓએ ડંખ મારતા તમામ લોકોને વિરપુર સીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિરપુરના રસુલપુર કદમખંડી ખાતે દર વર્ષે ફાગનો કાર્યક્રમ યોજાય છે. ત્યારે આ વર્ષે પણ ફાગનો કાર્યક્રમ યોજાયો હતો. તે દરમ્યાન ભમરાઓનું ઝુંડ અચાનક આવી લોકોને કરડયા હતા. કાર્યક્રમમાં જેમાં 200 થી 300 માણસ એકઠું થયું હતું. તે દરમિયાન ભમરાઓનુ ઝુંડ અચાનક ઉડવા લાગ્યું હતું. જેના કારણે ફાગના કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જોતજોતામાં કાર્યક્રમ હાજર લોકો ઉપર ભમરાઓ ટુટી પડ્યા હતા. તે સમયે વૃધ્ધો સહિત સૌ કોઇ પોતાનો જીવ બચાવવા મુઠ્ઠીઓ વાળીને નાઠા હતા. ત્યારે આ ધટનાને લઈને 108ની મદદથી ભમરાઓ કરડયા હોય તેવા તમામ વ્યક્તિઓને વિરપુર ખાતે આવેલી સીએચસીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 40 જેટલા લોકોને ભમરાઓએ ડંખ માર્યા હોવાનું જાણવા મળ્યું છે.