વિરપુર, વિરપુર તાલુકામાં 3 દિવસથી ભારે વરસાદ પડવાના લીધે મકાનોમાં પાણી ધુસી ગયાની ધટનાઓ બની હતી. ત્યારે એમ.જી.વી.સી.એલ.ની બેદરકારી સાામે આવી છે. દાંતલા ગામના ખાંટ મહેશભાઈ વાધાભાઈએ ધરઆંગણે પશુઓ બાંધેલ હતા તે દરમિયાન જીવંત વીજવાયર પડતા એક પશુનુ મોત નીપજયું હતુ. ધટનાને લઈને થોડા સમય માટે ગામમાં ભાગદોડ મચી જવા પામી હતી. ધટનાની જાણ વિરપુર એમજીવીસીએલને કરવામાં આવતા વીજ કર્મીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. પરિવાર દ્વારા વીજ કંપની સામે વળતરની માંગ કરવામાં આવી છે.