વાયનાડ ભૂસ્ખલનમાં ૩૪૯ અંગમાંથી ૨૪૮ લોકોની ઓળખ થઈ

કેરળના વાયનાડના ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાંથી મળી આવેલા ૪૦૧ બોડી પાર્ટ્સના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વાયનાડમાં ૩૦ જુલાઈના રોજ અનેક ભૂસ્ખલન થયું હતું, જેમાં ૪૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.આર્મી, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ફાયર એન્ડ રેસ્ક્યુ સવસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સહિત ઘણા વોલંટિયર્સ દ્વારા ૩૪૯ બોડી પાર્ટ્સ મળી આવ્યા હતા. ડીએનએ ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે આ શરીરના અંગો ૨૪૮ લોકોના છે. જેમાં ૧૨૧ પુરૂષો અને ૧૨૭ મહિલાઓ હતી.

વાયનાડમાં ૨૯-૩૦ જુલાઈના રોજ સવારે ૨ અને ૪ વાગ્યાની આસપાસ મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપુઝા ગામમાં ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો તણાઈ ગયા હતા.

કેરળના મહેસૂલ મંત્રી કે. રાજનના જણાવ્યા અનુસાર, શરીરના ૫૨ બોડી પાર્ટ્સના વધુ ટેસ્ટ કરવામાં આવશે કારણ કે આ અંગો સડી ગયા હતા. તેમણે કહ્યું કે ૧૧૫ લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. બિહારના ત્રણ મૃતક રહેવાસીઓના સંબંધીઓના લોહીના નમૂના મળી આવ્યા છે.કે.રાજને કહ્યું કે હંગાની રહેવા માટે હેરિસન મલયાલમ લેબર યુનિયન પાસેથી ૫૩ ઘરોની સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે જે લોકોને આપવા માટે તૈયાર છે. આ સિવાય વધુ પણ તૈયાર કરવામાં આવશે.

કેરળના વન મંત્રી એકે સસેન્દ્રને વાયનાડની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે નીલામ્બર વિસ્તારમાં વધુ ત્રણ બોડી પાર્ટ્સ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૩૧ મૃતદેહ અને લગભગ ૨૦૬ બોડી પાર્ટ્સ મળી આવ્યા છે. હાલમાં અહીં ૧૨ કેમ્પમાં ૧૫૦૫ લોકો રહે છે અને ૪૧૫ સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.મંગળવારે પણ નીલાંબર-વાયનાડ વિસ્તારોમાં સર્ચ ચાલુ રહ્યું હતું. એનડીઆરએફ, ફાયર વિભાગ, નાગરિક સંરક્ષણ, પોલીસ અને વન વિભાગ અને સ્વયંસેવકો પણ શોધમાં સામેલ હતા. મંગળવારે, ૨૬૦ સ્વયંસેવકોએ મુંડકાઈ-ચુરલમાલા આપત્તિ પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.

વાયનાડ, મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝાના ૪ ગામોમાં ભૂસ્ખલન થયું છે. પાંચ વર્ષ પહેલા ૨૦૧૯માં આ જ ગામોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં ૧૭ લોકોના મોત થયા હતા. ૫ લોકો આજદિન સુધી મળ્યા નથી. ૫૨ મકાનો ધરાશાયી થયા હતા.

વાયનાડ કેરળના નોર્થ-ઈસ્ટમાં છે. કેરળનો આ એકમાત્ર ઉચ્ચપ્રદેશનો વિસ્તાર છે. એટલે કે, માટી, પથ્થરો અને વૃક્ષો અને તેના પર ઉગેલા છોડના ઊંચા અને નીચા ટેકરાવાળો વિસ્તાર. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ૨૦૨૧ના અહેવાલ મુજબ કેરળનો ૪૩% વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત છે. વાયનાડની ૫૧% જમીન પહાડી ઢોળાવવાળીછે. એટલે કે ભૂસ્ખલનની શક્યતા ઘણી વધારે રહે છે.

વાયનાડ ઉચ્ચપ્રદેશ પશ્ર્ચિમ ઘાટમાં ૭૦૦ થી ૨૧૦૦ મીટરની ઉંચાઈ પર આવેલું છે. ચોમાસાની અરબી સમુદ્રની લહેરો દેશના વેસ્ટર્ન ઘાટને ટકરાય છે અને આગળ વધે છે, તેથી આ વિસ્તારમાં ચોમાસાની ૠતુમાં ઘણો વરસાદ પડે છે. કબિની નદી વાયનાડમાં છે. તેની ઉપનદી મનંતાવડી ’થોંડારામુડી’ શિખરમાંથી નીકળે છે. આ નદીમાં પૂરના કારણે ભૂસ્ખલનથી ભારે નુક્સાન થયું હતું.