ઈતિહાસનું સૌથી ભયાનક વાવાઝોડું જાપાનમાં ત્રાટક્યું, 90 લાખ લોકોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ


ખતરનાક અને શક્તિશાળી તોફાન નાનમાડોલે જાપાનમાં (japan)તબાહી મચાવી દીધી છે. આ તોફાનમાં (storm)અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તોફાન (nanmadol)જાપાનમાં ત્રાટકનાર સૌથી ભયંકર તોફાનોમાંથી એક છે. જેના કારણે 90 લાખ લોકોને ઘર ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ તમામ લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવશે.

રવિવારે સવારે તોફાન જાપાનના સૌથી દક્ષિણી ટાપુ ક્યુશુ પર ત્રાટક્યું, ત્યારબાદ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આ મુખ્ય ટાપુ હોંશુ ઉપરથી પસાર થઈ શકે છે.

10 હજાર લોકોએ ઈમરજન્સી શેલ્ટરમાં રાત વિતાવી

મળતી માહિતી મુજબ, આ તોફાનના તાંડવ બાદ રવિવારે લગભગ 10 હજાર લોકોએ ઈમરજન્સી શેલ્ટરમાં રાત્રિ રોકાણ કર્યું હતું, જ્યારે સાડા ત્રણ લાખ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ હતી. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર હરિકેન નાનમાડોલમાં 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વાહનવ્યવહાર અને ધંધા-રોજગાર ખોરવાયા છે. બુલેટ ટ્રેન સેવાઓ, ફેરી અને સેંકડો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ઘણી દુકાનો અને અન્ય વ્યવસાયો બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલીક મિલકતોને સુરક્ષિત રાખવા માટે રેતીની થેલીઓ લગાવવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં પૂર અને ભૂસ્ખલનનો પણ ભય રહે છે.

મળતી માહિતી મુજબ, સોમવારે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં વાવાઝોડાએ દસ્તક આપ્યા બાદ અહીં વરસાદ પડ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો. આમાં એક વ્યક્તિ ગુમ થયાના પણ અહેવાલ છે. તોફાન હવે ઉત્તરી ટોક્યો તરફ આગળ વધી રહ્યું છે. મિયાઝાકી પ્રીફેક્ચરના મિયાકોન્જોમાં આપત્તિ સંબંધિત બાબતોના પ્રભારી યોશિહારુ મેડે જણાવ્યું હતું કે સોમવારે એક વ્યક્તિ તેની કારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે જ સમયે, અન્ય એક વ્યક્તિ લાપતા છે જ્યારે તેનું ઘર ભૂસ્ખલનથી અથડાયું હતું. જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર વાવાઝોડા નાનમાડોલ દરમિયાન 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જેણે થોડા સમય માટે 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ મેળવી હતી. વરસાદના કારણે લપસી પડવા અને અન્ય ઘટનાઓમાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે.