બિપોરજોય વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં નોંધાયો વરસાદ.

  • છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ
  • ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ 
  • અન્ય 28 તાલુકામાં 1થી 2.5 વરસાદ 

અરબ સાગરમાં સર્જાયેલ વાવાઝોડું બિપોરજોય જખૌથી 280 કિલોમીટર દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 290, પોરબંદરથી 350 અને નલીયાથી 310 કિલોમીટર દૂર છે. બિપોરજોય વાવાઝોડું વધુ આક્રામક બન્યું છે. વાવાઝોડું કચ્છની વધુ નજીક પહોચ્યું છે. વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 135 કિમીની રહેશે. આ વાવાઝોડાની ગુજરાતમાં અસર વર્તાઈ રહી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે

24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌછી વધારે વરસાદ દ્વારકાના  ખંભાળિયામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે દ્વારકા તાલુકામાં 4, કલ્યાણપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના અન્ય 28 તાલુકામાં 1થી 2.5 વરસાદ નોંધાયો છે.

સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા 
ચક્રવાત બિપોરજોયને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના ગામડાઓમાંથી સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે, જો તેઓ તેમના પશુઓને છોડીને અન્ય સ્થળોએ જશે તો આ આફતમાં પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. ગામના લોકો પોતાનો સામાન, ઘર અને જાનવર છોડવા માંગતા નથી. 

ST વિભાગને નડ્યું વાવાઝોડાનું વિઘ્ન
ગુજરાત પર બિપરજોય વાવાઝોડાનું સકંટ છે. ત્યારે હવે વાહન વ્યવહાર પર પણ વાવાઝોડાની અસર થઈ છે. ST વિભાગે 3 દિવસ માટે કોસ્ટલ રૂટની બસો રદ કરી છે. સાબરકાંઠા ST વિભાગે કોસ્ટલ રૂટની બસો બંધ કરી છે.  હિંમતનગર ડિવિઝનના સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના 8 ડેપોના રૂટ બંધ કરાયા છે. હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ, માણસા ડેપોના રૂટ બંધ કરાયા છે. આ ઉપરાંત જામનગર, જૂનાગઢ, માંગરોળ, પોરબંદર, ખંભાળિયા જતી બસોના રૂટ બંધ કરાયા છે. સ્થિતિની સમીક્ષા કર્યા બાદ બસના રૂટ શરૂ કરાશે.