વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ અસર શરૂ:૧૫ મી એ સાંજે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચે લેન્ડ ફોલ થશે. ૧૩૦ થી ૧૩૫ કિમી પવન ફૂંકાશે. : હવામાન વિભાગ

  • માંડવીમાં દરિયો ગાંડોતૂર, દ્વારકા-જામનગર-જૂનાગઢમાં કડાકા-ભડાકા,પોરબંદરમાં મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યુ

અમદાવાદ : અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ’બિપોરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. બિપોરજોય વાવઝોડું વધુ આક્રમક બનીને ગુજરાત તરફ ૮ કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં તેણે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તે ૧૪-૧૫ જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. ગઈકાલથી ગુજરાતમાં વાવાઝોડાની અસર વધારે જોવા મળી રહી છે. તેજ ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ વીજળીના કડાકા-ભડકા સાથે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે આગામી ૪ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાંક કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. સાથે જ ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે. બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે પોરબંદરમાં એક મકાન ધરાશાયી થયું છે. જેના કાટમાળમાં દટાઈ જતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રકાશ નારણ લોઢારી (ઉ.૫૦)ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

બિપોરજોય વાવાઝોડાની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે. કચ્છના માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવીમાં ધીમીધારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે માંડવીમાં વીજળી ગુલ થઈ ગઈ છે. મહત્વનું છે કે, ૧૫ જૂને કચ્છમાં વાવાઝોડું ટકરાવાની સંભાવના છે.

બિપરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડા અને વેરાવળ તાલુકામાં ૮.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના માણાવદર તાલુકામાં ૭.૫ ઈંચ, માળિયા હાટીના તાલુકામાં ૭ ઈંચ અને કેશોદ તાલુકામાં પોણા ૭ ઈંચ વરસાદ નોંધાયો છે.

બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે પવન સાથે માંગરોળમાં વરસાદ ખાબક્તા રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. તો કેટલીક જગ્યાએ લાઈટો પણ જતી છે.

અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નાનીધારી, નાના વિસાવદર, લાસામાં વરસાદ વરસ્યો છે. ગીરના ગામડાઓમાં ૩થી ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. તાતણીયા ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોને એલર્ટ કરાયા છે. રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો મેંદરડામાં ૭.૭૫, માળિયા હાટિનામાં ૭, કેશોદમાં ૬.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. તો માંગરોળમાં ૫.૫, વંથલીમાં ૫, માણાવદરમાં ૪.૨૫ ઈંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ જૂનાગઢ શહેરમાં ૪ ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટા, વિસાવદર, ભાણવડમાં ૩ ઈંચ વરસાદ વરસ્યો છે. કુતિયાણા અને કોડિનારમાં ૨.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર, જામજોધપુર, ઉનામાં ૨ ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, કાલાવડ, જામકંડોરણા, ખાંભા, જેતપુરમાં ૧-૧ ઈંચ વરસ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે બિપોરજોય વાવાઝોડાની સીધી અસર જોવા મળી રહી છે. દરિયાના આ ભાગોમાં હવે વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ગયું છે. ભારે ગતિ ગતિ સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં પ્રથમ વરસાદે જ ઘોડાપૂર આવ્યું છે. વેરાવળમાં છેલ્લા એક જ દિવસમાં ૧૦ ઈચ જેટલો ભારે વરસાદ પડતા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીના પાકોને ભારે નુક્સાન જોવા મળ્યું છે. બગીચાઓ બેટ બન્યા, તો ભારે પવનથી અનેક નાળિયેરીના ઝાડ જમીન દોસ્ત થયા છે.

હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યા છે. જે મુજબ, ૧૫ જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. આ સાથે ૧૩૦ થી ૧૩૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. જે બાદ આર્મી, એરફોર્સ અને નેવી એટલે કે સેનાની ત્રણેય પાંખો અને કોસ્ટ ગાર્ડના તમામ યુનિટ અલર્ટ પર મુકવામાં આવ્યા છે. કચ્છમાં આર્મીની ૩ કોલમ અલર્ટ પર મુકવામાં આવી છે. સાથે જ કચ્છના એરબેઝને અલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. મુખ્ય સચિવ કેન્દ્રીય એજન્સીઓના સતત સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બપોરે બેઠક કરશે.

ગાંધીનગરમાં બેઠક બાદ હવામાન વિભાગના મનોરમા મોહંતીએ માહિતી આપતા કહ્યું કે, ૧૫ મી એ સાંજે વાવાઝોડું માંડવી કરાચી વચ્ચે લેન્ડ ફોલ થશે. ૧૩૦ થી ૧૩૫ કિમી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે પડશે. ૧૬ મી સુધી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. સાઈકલોનની અસર આખા ગુજરાતમાં થશે. ગઈ કાલે રાત બાદ સાયકલોન વેરી સિરિયસ જોવા મળી રહ્યું છે. સાયકલોન દ્વારકાથી હાલ ૨૯૦ કિમી દૂર છે. જે ૧૫ જૂને માંડવીથી કરાંચીની વચ્ચે પસાર થશે. જખૌથી ૧૨૫ થી ૧૩૫ ની પ્રતિકલાકની સ્પીડે સાઈક્લોન પસાર થશે.