ભુજ, સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી બિપરજોય વાવાઝોડું પસાર થઈ ગયું છે. આ દરમિયાન પોલીસ જવાનનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.ઓ અનિલ જોશીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરતના પાલ વિસ્તારમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે. રીક્ષા ચાલક રીક્ષામાં બેઠા બેઠા ઢળી પડ્યો હતો. નાનપુરાના હબીબસહા મોહલ્લમાં રહેતા રીક્ષા ચાલક ગુલામનબી શેખની લાશ રીક્ષામાંથી મળી આવી હતી. તેની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. રીક્ષા ચાલકના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા.
જામનગરમાં હૃદય રોગના નિષ્ણાંત યુવા તબીબ ડો. ગૌરવ ગાંધી (ઉ.વ.૪૧)નું ૧૦ દિવસ પહેલા હાર્ટએટેકથી નિધન થયું હતું. તેમના નિધનથી તબીબી આલમ સહિત પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતું. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શક્તા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શક્તા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે.