વાવાઝોડા દરમિયાન ભાવનગરમાં પિતાપુત્રના મોત

ભાવનગર, વાવાઝોડાના કારણે કચ્છ અને દ્રારકા અને જામનગરમાં સૌથી વધુ નુક્સાન થયું છે. ભાવનગરમાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે. મોટાપાયે પશુધનને પણ નુક્સાન થયું છે. ભાવનગર જિલ્લામાં પૂરના ખાડામાં ફસાયેલી તેમની બકરીઓને બચાવવાના પ્રયાસમાં પિતા અને પુત્રનું મોત થયું છે હતા. આ સાથે જ દેવભૂમિ દ્વારકામાં પણ વૃક્ષો પડવાથી ત્રણ લોકો ઘાયલ થયા છે. હાલ તોફાન ૧૩-૧૪ કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. જે રાજસ્થાન તરફ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે આગામી ચોવીસ કલાકમાં કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ પડશે.વાવાઝડુ ગઇકાલે સાંજે સૌરાષ્ટ્ર કચ્છમાંથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ૨ લોકોએ જીવ ગુમાવ્યા તો હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. કચ્છમાં અનેક વિસ્તારમાં અનેક ઠેકાણે વીજળી ગુલ છે.