વર્તમાન સમય માં જ્યાં લોકો પોતાના કોઈ પણ ખુશીના પ્રસંગોનો વ્યાપ પોતાના ઘરમાં પોતાના મિત્રો કે સગા સબંધીઓ વચ્ચે જ ઉજવતા હોય છે, તેવા સમયમાં ગોધરા શહેરની 12 સાયન્સમાં અભ્યાસ કરતી એક દીકરીએ “વસુધૈવ કુટુમ્બકમ” (આખી પૃથ્વી એ આપણું કુટુંબ)એ ભાવનાને સાકાર કરતા પોતાનો જન્મદિવસ આર્થિક રીતે નબળા બાળકો સાથે કેક કાપી અને જન્મદિવસ ની ઉજવણી કરી હતી. આ પ્રસંગ દ્વારા માનવ માનવ વચ્ચે પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર સામાજીક એકતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડવા માં આવ્યું હતું. રીશિતા દાસિયની તથા તેના પરિવારે માનવતાલક્ષી આ સુંદર કાર્ય કર્યું છે. જેને ઠેર ઠેર થી આવકાર સાપડી રહ્યો છે.