વસંત મસાલાના સંશોઘક બાપુલાલ ભંડારીની પુણ્ય સ્મૃતિ નિમીત્તે તેમના પરિવાર તરફથી સ્વેટર વિતરણ કરાયા

ઝાલોદ,

ઝાલોદ ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ વિશ્ર્વ વિદ્યાલય ખાતે વસંત મસાલા દ્વારા સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રોગ્રામમાં સહુ પ્રથમ મીતાદીદી દ્વારા એક સરસ કવિતા દ્વારા પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. મીતાદીદી દ્વારા વસંત મસાલાના સહુ સ્ટાફ મેમ્બરોને ખૂબ જ સરસ મોટિવેશન સ્પીચ આપવામાં આવી હતી. એક બીજાના આચાર વિચાર વિશે મીતાદીદી દ્વારા સુંદર સમજ આપી હતી. તેમજ સહુને આશીર્વચન આપી શુભકામનાઓ પાઠવી હતી. તેમને વસંત મસાલાના સંશોઘક બાપુલાલ ભંડારીને યાદ કરતા કહ્યું હતું કે, તેમણે પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ વિદ્યાલયને ઉભું કરવા માટે ખૂબ સહયોગી બન્યાં છે. તેમની સ્મૃતિને વાગોળી હતી.

તારીખ 18/12/2022 રવિવારના રોજ વસંત મસાલા પ્રાઇવેટ લીમીટેડના સંશોધક બાપુલાલ ભંડારીની પૂણ્યસ્મૃતી નિમિત્તે વસંત મસાલા પરિવાર દ્વારા ફેક્ટરી સ્ટાફના દરેક સભ્યોને ઠંડી થી બચવા માટે ગરમ સ્વેટરનું વિતરણ બ્રહ્માકુમારીઝ ઝાલોદના સહયોગથી બ્રહ્માકુમારીઝ સેન્ટર ઉપર આપવામાં આવ્યા હતા.

તેમાં કપનીનો આખો સ્ટાફ પોતાના પરિવાર સાથે પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યો હતો. જેમાં મીતા દીદીએ સુંદર પ્રવચન આપીને સ્વેટર વિતરણના આ કાર્યક્રમને સફળ કર્યો હતો અને છેલ્લે ચા નાસ્તાની વ્યવસ્થા પણ બ્રહ્માકુમારીઝ દ્વારા કરવામાં આવી હતી. વસંત મસાલા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા આવી અનેક એક્ટીવિટીના કાર્યો અવાર નવાર થતા રહે છે, જે ખુબજ આવકાર્ય છે.